દિયોદરમાં ખેડૂતોને અપૂરતી વીજળી મળવાના કારણે સબ સ્ટેશનમાં ધરણાં યોજાયા

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો અપૂરતી વીજળી મળવાના કારણે પરેશાન થઇ ઉઠયા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોએ અનેકવાર લેખિત અને મૌખિક તંત્રને રજૂઆત કરાઇ છે.

 

 

પરંતુ ખેડૂતોની માંગણી નહીં સંતોષાતાં બુધવારે દિયોદરના ખેડૂતો વખા 220 કે.વી. સબ સ્ટેશનમાં મોટી સંખ્યામાં પહોંચી ધરણાં યોજ્યા હતા.

 

 

બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો એક પછી એક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ વખતે ફરી ઉનાળાની ઋતુની શરૂઆત થતાં જ ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

 

 

અપૂરતી વીજળી મળવાના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે. છેલ્લા કેટલાંક દિવસોથી બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો અલગ-અલગ કાર્યક્રમો આપી તંત્રને રજૂઆત કરી રહ્યા છે. ત્યારે ખેડૂતો આવેદનપત્ર આપી રજૂઆત કરી રહ્યા છે.

 

 

પરંતુ ખેડૂતોની માંગણી ન સંતોષાતાં બુધવારે દિયોદર પંથકના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઇ વખા 220 કે.વી. સબ સ્ટેશનમાં 8 કલાક વીજળી આપવાની માંગ સાથે ખેડૂતો જય જવાન જય કિસાનના નારા સાથે વખા સબ સ્ટેશનમાં પહોંચ્યા હતા.

 

 

જ્યારે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ખેડૂતોએ ધરણાં શરૂ કર્યાં હતા. જ્યારે 8 કલાકને બદલે 6 કલાક વીજળી આપતાં ખેડૂતોમાં ભારે આક્રોશ ભભૂક્યો હતો.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!