ધાનેરામાં ગૌચરની જમીન પર માંસનું વિતરણ કરનારા શખ્સોને ઠપકો આપતાં 108ના કર્મી પર હુમલો

- Advertisement -
Share

ધાનેરા તાલુકાના ગોલા ગામે ગૌચરની જમીનમાં બકરો કાપી મટનનું વિતરણ કરનારા શખ્સોને ઠપકો આપવા ગયેલા 108ના કર્મીને 6 શખ્સોએ ગડદાપાટુનો મારામાર્યો હતો તેમજ જાતિ અપમાનિત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

 

આ અંગે ધાનેરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ધાનેરા તાલુકાના ગોલા ગામના મેહુલભાઇ ઉર્ફે મેઘાભાઇ બાજગ 108માં નોકરી કરે છે. તેઓ ઘરે હતા ત્યારે ગામના દિનેશભાઇ કાળાભાઇ બાજગે કહ્યુ હતુ કે, ડાહ્યાભાઇ ભમરાભાઇ ગાડલીયાએ પંચાયતની ગૌચરની જમીનમાં બકરો કાપી મટનનું વિતરણ કરે છે. આથી તેઓ ત્યાં ગયા હતા.

 

પરંતુ ત્યાં કોઇ ન હોઇ મેહુલભાઇ, દિનેશભાઇ, દિનેશભાઇ રમેશભાઇ બાજગ, કૈલાશભાઇ બેચરાભાઇ બાજગ ભેગા મળી ડાહ્યાભાઇના ઘરે ગયા હતા અને ગામમાં પાપ કેમ કરો છો તેમ કહેતા ડાહ્યાભાઇ, રાયઘનભાઇ અમરાભાઇ મુસ્લા, ભુરાભાઇ અમરાભાઇ મુસ્લા, સલીમભાઇ રાયધનભાઇ મુસ્લા, સોકેતભાઇ રાયધનભાઇ મુસ્લા અને દાઉદાભાઇ અમરાભાઇ મુસ્લા ઉશ્કેરાઇ જઇ મેહુલભાઇને જાતિ અપમાનિત કરી ગદડાપાટુનો માર માર્યો હતો. તેમજ અન્ય વ્યકિતઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે મેહુલભાઇએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!