પાટણ-શિહોરી ત્રણ રસ્તા નજીક બાઇક અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાતાં એક યુવકનું મોત

- Advertisement -
Share

 

પાટણ જીલ્લામાં દિવસેને દિવસે અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે પાટણ-શિહોરી હાઇવે નજીક બાઇક અને ઇક્કો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું.

 

 

આ અંગેની વિગત એવી છે કે, પાટણ-શિહોરી હાઇવે નજીક મંગળવારે મોડી રાત્રે બાઇક નં. GJ-08-BJ-6536 ના ચાલક અને ઇક્કો કાર નં. GJ-02-CP-0728 વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

 

 

જેમાં કાંકરેજ તાલુકાના રાનેર ગામના બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે સ્થાનિક લોકોએ અકસ્માતની જાણ પોલીસને કરતાં પોલીસની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

 

જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે પોલીસે ઇકો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!