ડીસા આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેકટરને બેંક દ્વારા વધુ વ્યાજ વસુલતા આવેદનપત્ર અપાયું

- Advertisement -
Share

સરકાર દ્વારા ખેડૂતોને 3 લાખ સુધીની પાક ધિરાણ લોન જીરો ટકા વ્યાજે આપવાની જાહેરાત હોવા છતાં રાષ્ટ્રયુકૃત બેંકો દ્વારા 7 ટકા લેખે વ્યાજ વસુલવામાં આવ્યું છે. જે વ્યાજ ખેડૂતોને પરત આપવા આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

સરકાર દ્વારા ખેડૂતો માટે પાક ધિરાણની 3 લાખ રૂપિયાની ઝીરો ટકા વ્યાજે લોન આપવાની પરિપત્ર પણ જાહેર કરાયો છે પરંતુ રાષ્ટ્રીયકૃત બેન્ક દ્વારા ખેડૂતો પાસેથી ગયા વર્ષે 7 ટકા જેટલું વ્યાજ વસૂલ કરવામાં આવ્યું હતું અને ખેડૂતોને હજી સુધી રિફંડ પણ કરવામાં આવ્યા નથી તેમજ બે વર્ષથી અમુક બેંકોમાં ખેડૂતોના પૈસા ફસાયેલા છે અને સરકારના પરિપત્ર મુજબ હજી સુધી વ્યાજ નાણાં પણ મળેલ નથી અને બેંકોના અધિકારીઓ પણ જણાવી રહ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા વ્યાજની રકમ બેંકોને ચુકવાઇ નથી.

જેથી બેંક દ્વારા ખેડૂતોને વ્યાજની રકમ ચુકવણી કરવામાં આવી નથી. જેથી આજરોજ ખેડૂતોના વ્હારે આમ આદમી પાર્ટી આગળ આવી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આક્ષેપ સાથે જણાવ્યું હતું કે બેંક અને સરકાર દ્વારા મિસ મેનેજમેન્ટ હોવાના કારણે ગુજરાતના ખેડૂતોના કરોડો રૂપિયા બેંકમાં ફસાયેલા છે જેથી આજે રોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને વ્યાજની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવે તે માંગ સાથે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સુધી રજૂઆત પોહોચાડવામાં આવે તેવી માંગ કરી હતી.

આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઇ નાભાણી, પ્રદેશ સહ મંત્રી વિજયભાઈ દવે, જિલ્લા પ્રમુખ ડો.રમેશભાઇ પટેલ, તાલુકા પ્રમુખ ખેંગારભાઈ પટેલ, સુભાષ ભાઈ ઠકકર, કમલેશભાઈ, હાર્દિકભાઈ, રવિભાઈ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!