ડીસાના જુના ડીસા ગામે વિશ્વ ચકલી દિન નિમિત્તે પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું

- Advertisement -
Share

20મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ મોબાઇલ ટાવરોના તરંગોમાં ચકલીની ચીં… ચીં…. ની સાથે વિવિધ પક્ષીઓના અવાજો આજે ચગદાઈ ગયા છે ત્યારે આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણા ઘર આંગણે પાણીથી ભરેલા કુંડાઓ, ઘર આંગણે માળાઓ નાના વૃક્ષો રોપીએ અને લુપ્ત થતી ચકલી અને ચકલી જેવા પક્ષીઓનું જતન કરીએ.

નહિતો આવનારા સમયમાં ચકલીઓ માત્ર તસવીરોમાં જ સમાઈ જશે ત્યારે આપણે પણ જાગૃત બનીએ અને આપણી આસપાસના પરિવારોને પણ જાગૃત બનાવીએ જેવા ઉમદા ઉદેશ્ય સાથે આજરોજ બનાસકાંઠા જિલ્લા માલધારી સેલ સહ સંયોજક જયેશ આર. દેસાઈના સહયોગથી હિન્દુ યુવા મિત્ર મંડળ જુનાડીસા દ્વારા જુનાડીસા ગામે પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું.

જેમાં મહેશભાઈ પ્રજાપતિ, રવિભાઈ દરબાર, વિપુલભાઈ દેસાઈ, નિખિલભાઈ માળી, શરદભાઈ મોદી સહિત મોટી સંખ્યામાં મિત્રો જોડાઇને કુંડાઓનું વિતરણ કર્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!