બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો : ઓવરલોડ કપચી ભરેલા 3 ડમ્પરો ઝડપ્યા

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લા ખાણ ખનીજ વિભાગે ગુરૂવારે ઓવરલોડ કપચી ભરેલા 3 ડમ્પરો જપ્ત કર્યાં હતા. કુલ 3 ડમ્પરો ઝડપીને રૂ. 90,00,000 નો મુદ્દામાલ સીઝ કરી રૂ. 5,50,000 નો દંડ વસૂલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ભૂસ્તર શાસ્ત્રીની કચેરી બનાસકાંઠાની તપાસ ટીમ દ્વારા ગુરૂવારે આકસ્મિક ચેકીંગ હાથ ધરાયું હતું.

 

જે અન્વયે મોજે-ધનીયાણા અંબાજી હાઇવે પર ખાનગી રાહે જઇ 2 ડમ્પર/ટ્રક રોકાવી તેમની પાસે રોયલ્ટી પાસ કરતાં વધુ બિલ્ડીંગ સ્ટોન ખનીજ જણાઇ આવતાં ડમ્પરો જપ્ત કર્યાં હતા. જે 2 ડમ્પરના નં. GJ-08-AU-2767 અને GJ-08-AU-3364 જેને કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યા છે.

 

આ ઉપરાંત પાલનપુર એરોમા સર્કલ પર ડમ્પર નં. GJ-08-AU-7488 માં ઓવરલોડ બિલ્ડીંગ સ્ટોન ખનીજ ભરેલું જણાઇ આવતાં તપાસ ટીમ દ્વારા ડમ્પરને રોકવવાનો પ્રયાસ કર્યો હતો.

 

પરંતુ ડમ્પરના ચાલકે પાલનપુરથી ડીસા હાઇવે પર ભગાડી મૂક્યું હતું. જેથી તપાસ ટીમે વાહનનો પીછો કરી વારંવાર રોકાવવાનો પ્રયાસ કર્યો હતો.

 

પરંતુ ડમ્પર ઉભુ ન રાખતાં તપાસ ટીમે ડીસા સ્થાનિક પોલીસ સ્ટેશનની મદદથી ડમ્પર રોકાવી આગળની કાર્યવાહી અર્થે ખાણ ખનીજ વિભાગને સોપ્યું હતું.

 

તપાસ ટીમ દ્વારા આ ડમ્પર સીઝ કરી ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યું છે. આમ કુલ 3 ડમ્પરો ઝડપીને રૂ. 90,00,000 નો મુદ્દામાલ સીઝ કરી રૂ. 5,50,000 નો દંડ વસૂલી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!