ક્રોસ કન્ટ્રી દોડમાં ચેમ્પિયન બનેલી ડીસાની ટીમના છ ખેલાડીઓ કર્ણાટક રમવા જશે

- Advertisement -
Share

 

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ક્રોસકન્ટ્રી દોડમાં હંમેશા ડીસા કોલેજના ખેલાડીઓનો દબદબો રહેલો છે. કોલેજના ત્રણસોથી વધારે ખેલાડીઓ નેશનલ કક્ષાએ ભારતના જુદાજુદા રાજ્યોમાં ભાગ લઈને અને ચેમ્પિયન થઈને રમત ગમત ક્ષેત્રે ડીસા કોલેજનું નામ ગુંજતું કર્યું છે.

 

તાજેતરમાં પી.જી ભવન પાટણ ખાતે આંતર કોલેજ ક્રોસકન્ટ્રી દોડ યોજાઈ હતી. જેમાં ડીસા કોલેજના ભાઈઓ અને બહેનોની ટીમ ચેમ્પિયન બની હતી. જેમાંથી છ ખેલાડીઓ આગામી 9 માર્ચે કર્ણાટકના મેંગલોર ખાતે યોજાનાર નેશનલ ટુર્નામેન્ટમાં રમવા જશે.

 

 

આ દોડ 10 કિલોમીટરની હોય છે. જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અનેક કોલેજોએ ભાગ લીધો. આ દોડમાં ડીસા કોલેજના સોલંકી કંચન, સોલંકી મહેશ, દેલાસણીયા મેહુલ, પરમાર વિરમ, માળી નીતા, ઠાકોર ભારતી, ઠાકોર પાયલ અને સોલંકી જેમીએ ભાગ લીધો.

 

 

ટુર્નામેન્ટમાં ભાગ લીધો એટલું જ નઈ પણ આ ખેલાડીઓએ સખત પ્રેક્ટિસ કરીને ટુર્નામેન્ટમાં ઉચ્ચકક્ષાનું પરફોર્મન્સ આપીને સમગ્ર યુનિવર્સિટીમાં ડીસા કોલેજનું નામ રોશન કરીને યુનિવર્સિટી ચેમ્પિયન થયેલ છે.

 

 

સોલંકી કંચન, સોલંકી મહેશ, દેલાસણીયા મેહુલ, માળી નીતા, ઠાકોર ભરતી તથા ઠાકોર પાયલ એમ આ છ ખેલાડીઓ આગામી 9 માર્ચે કર્ણાટકના મેગ્લોર ખાતે યોજાનાર નેશનલ ટુર્નામેન્ટમાં રમવા જશે.

 

 

 

From-Banaskantha Update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!