બી.આર.ટી.એસ. સીટી બસમાં 3 કંડક્ટરોએ તરૂણીની છેડતી કરતાં ચકચાર

- Advertisement -
Share

માતાએ કંટ્રોલ રૂમમાં 100 નંબર જાણ કરતાં મહીધરપુરા પોલીસ ત્યાં આવી પહોંચી હતી

 

સુરતમાં બી.આર.ટી.એસ. બસમાં હવે તરૂણીઓ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે સીટી બસના 3 કંડક્ટરોએ બસમાં 17 વર્ષની તરૂણીની છેડતી કરી હોવાનો બનાવ બન્યો છે.

તરૂણીને આંખ મારી સરસ સ્માઇલ છે. સ્ટેશન જઇને મજા કરી એવી કોમેન્ટ પણ કરી હતી. વળી બસમાં ફરજ બજાવતા કંડક્ટરે પણ તરૂણીની મદદ કરવાની તસ્દી લીધી ન હતી.

ગભરાયેલી તરૂણીએ માતાને કોલ કરતાં તેઓ અમિષા ચાર રસ્તા નજીક આડા ઉભા રહી બસ રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બસ અટકાવી ન હતી.

દરમિયાન દિલ્હી ગેટ નજીક બસ અટકાવી હતી. માતાએ કંટ્રોલ રૂમમાં 100 નંબર જાણ કરતાં મહીધરપુરા પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને બસમાં બેઠેલા ત્રણેય શખ્સોને પોલીસ સ્ટેશને લઇ આવી હતી.

 

મહીધરપુરામાં રહેતી 17 વર્ષની કિશોરી તેની બહેનપણી સાથે તા. 20 મીની સાંજે ડુમસ રોડ ગોવર્ધન નાથજીની હવેલી નજીકથી સીટી બસમાં બેસીને ઘરે આવતા હતા.

 

બસમાં ભીડ વધારે હતી અને બેસવાની જગ્યા ન હોવાથી બંને પાછળના ભાગે ઉભી રહી હતી. તે દરમિયાન એક શખ્સે તરૂણીને સ્પર્શ કર્યો હતો.
તરૂણીને એવું હતું કે, બસમાં ભીડ વધારે હોય જેના કારણે ભૂલથી લાગી ગયો હશે, પછી કંડક્ટરે કહ્યું કે, આગળ જગ્યા છે. આથી બંને આગળ ઉભા રહ્યા હતા.

 

ચાલકે અચાનક બ્રેક મારતાં સ્ટીલના પોલમાં તરૂણીનું મોઢું અથડાયું હતું. પછી તરૂણીની બહેનપણી બસમાં પાછળના ભાગે ઉભી હતી.

 

તે સમયે બસમાં જે શખ્સે તરૂણીને સ્પર્શ કર્યો હતો તેણે એવી કોમેન્ટ કરી કે, બસ ધીમે ચલાવો મારૂં મોંઢુ અથડાય, ત્યાર પછી તે શખ્સના 2 મિત્રો પણ બસમાં કોમેન્ટ કરવા લાગ્યા કે, સ્ટેશનવાળા પાછળ અને
તરૂણીને આંખ મારી અને ઇશારા કરી સ્માઇલ સરસ છે. સ્ટેશન જઇને મજા કરી એવી કોમેન્ટ પણ કરી હતી. તે દરમિયાન તરૂણીનો માતા સાથે ફોન કોલ ચાલુ હોવાથી ગભરાયેલી હાલતમાં માતાને અમિષા ચાર રસ્તા આવી જવા કહ્યું હતું.

 

સગીરાએ અમીષા ચાર રસ્તા પાસે ઉતરવું હોય છતાં શખ્સોએ બૂમો પાડી બસને સ્ટેશને જ ઉભી રાખવાની વાત કરી હતી. સગીરાએ બસના ચાલકે કહેવા છતાં ઉભી ન રાખી હતી. બસ ઉભી રખાવવા સગીરાની
માતા આડી ઉભી રહી બસ રોકવાનો પ્રયાસ કર્યો છતાં બસ ઉભી રાખી ન હતી. છેવટે માતાએ મોપેડ પર લઇ સ્ટેશન પાસેના સર્કલ પર બસ ઉભી રખાવી પોલીસ બોલાવી દીધી હતી. તરૂણીએ કંડકટરને ફરિયાદ કરી તો તેણે કહ્યું કે, તારે શું કરવું છે.

 

તરૂણીની માતાએ મહીધરપુરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે સીટી બસના 3 કંડક્ટરો શાહરૂખ ફારૂક શેખ (રહે. ગ્રીનવ્યુ એપાર્ટ, જૂના ડેપો, ઉમરવાડા), જયદીપ કીમજી પરમાર (રહે. સમર્પણ

 

વિજયનગર,વેડરોડ) અને સમીર નાસીર રમઝાનશા (રહે. મોહમંદી મસ્જિદની ચાલ, ઉધનાયાર્ડ) ની સામે છેડતીનો ગુનો નોંધી અટકાયત કરી છે.
ફરિયાદમાં છેડતી કરનારે તરૂણીને સ્પર્શ કરી હોવાનો ઉલ્લેખ છતાં પોલીસે પોક્સો એક્ટની કલમ કેમ ન લગાવી તે એક તપાસનો વિષય છે. ઘટના બની ત્યારે ત્રણેય કંડક્ટરો ફરજ પર ન હતા.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!