ડીસામાં હોળી-ધૂળેેટીના પર્વે ધાણીની ખરીદીમાં લોકોની ભીડ

- Advertisement -
Share

 

રંગોના તહેવાર હોળી પર ધાણીનું પણ ખૂબ જ મહત્વ રહેલું હોય છે. મકાઇના દાણામાથી બનતી ધાણીનું હોળીના તહેવાર પર ખૂબ જ મહત્વ હોય છે અને હોળીના તહેવાર પર લોકો મોટી માત્રામાં ધાણીની ખરીદી કરતાં હોય છે.

શહેરોમાં જેને પોપકોર્ન તરીકે ઓળખવામાં આવે છે તેને ગ્રામિણ વિસ્તારમાં ધાણી તરીકે ઓળખવામાં આવે છે. મકાઇના દાણાઓને શેકીને તેમાંથી ધાણી તૈયાર કરવામાં આવે છે.

આ ધાણીનો સહુથી વધુ ઉપયોગ હોળીના તહેવારમાં કરવામાં આવે છે. હોળીના તહેવાર પર બાળકોની યોજાતી ઢૂંઢ ધાણી વગર અધૂરી માનવામાં આવે છે. હોળી પર યોજાતી ઢૂંઢમાં બાળકોને ધાણીથી વધાવવામાં આવે છે.

આ ઉપરાંત જ્યાં હોળી પ્રગટાવવામાં આવે છે ત્યાં હોળી પ્રગટાવ્યા બાદ ધાણીનું ધૂપ આપવામાં આવે છે. આ ઉપરાંત હોળી પર દીકરીઓને પણ ભેટ સ્વરૂપે ધાણી આપવાની પ્રથા ચાલતી આવી છે અને હોળીના તહેવાર પર લોકો મોટી સંખ્યામાં ધાણીની ખરીદી કરતાં હોય છે.

 

હોળીના તહેવાર પર મકાઇની ધાણીની માંગ વધી જતી હોવાના લીધે સીંગ-ચણાનો વેપાર કરતાં વેપારીઓ પણ હોળી પર ધાણીનું ખાસ ઉત્પાદન કરતાં હોય છે અને તેમની પાસે મોટી સંખ્યામાં લોકો ધાણીની ખરીદી કરતાં હોય છે.

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!