તાપીમાં ઝીંક કંપનીના વિરોધમાં હિંસક પ્રદર્શનની ઘટના સામે આવી

- Advertisement -
Share

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે ઝીંક કંપનીના વિરોધમાં હિંસક પ્રદર્શનની ઘટના સામે આવી છે. આજે લોક સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે, આદિવાસી સમાજ દ્વારા પ્રદૂષણ તેમજ જમીનના હક્કોના મામલે આજે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને સુનાવણી મોકૂફ કરવાની માંગ કરવામાં આવી હતી.

[google_ad]

[google_ad]

આ દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં લોકોએ પોલીસ પર જોરદાર પથ્થરમારો કર્યો હતો અને ગાડીઓમાં તોડફોડ કરી હતી. ત્યારે જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ લાઠીચાર્જ કર્યો હતો અને ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

[google_ad]

[google_ad]

રાજય ના આદિવાસી જિલ્લા તાપીમાં હિંદુસ્તાન ઝીંક કંપની મામલે આજે ડોસાવાડામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં આ કંપની દ્વારા ઝીંક કંપનીનો પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે. આ અંગે આજે લોક સુનાવણી હાથ ધરાઈ હતી.

[google_ad]

[google_ad]

જોકે, આદિવાસી સમાજ દ્વારા પ્રદૂષણ તેમજ જમીનના હક્કોના મામલે આજે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને સુનાવણી મોકૂફ કરવાની માંગ કરવામાં આવી હતી.હિંસક પ્રદર્શનમાં પોલીસ પર પથ્થરમારો કરવાની સાથે ગાડીઓ ઉંધી વાળી દેવાતા એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો છે. પોલીસે ટોળાને કાબૂમાં લેવા ટીયરગેસના સેલ છોડ્યાં હતાં.

[google_ad]

[google_ad]

ઝીંક કંપનીના વિરોધમાં આદિવાસી પ્રજા હિંસક વિરોધ કર્યો હતો. બેકાબૂ બનેલા ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠી ચાર્જનો સહારો લીધો હતો. જોકે, લોકોમાં એટલો બધો આક્રોશ હતો કે, પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

[google_ad]

બેકાબૂ ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના રાઉન્ડ છો઼ડ્યા હતાં. ત્યારબાદ પોલીસ પર પથ્થરમારો થતા પોલીસની ગાડી ઉંધી વાળી દેવામાં આવી હતી. રસ્તા પર હજારોની સંખ્યામાં ઉતરી આવેલા ટોળાએ ઉગ્ર વિરોધ કર્યો હતો.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!