લાખણીના ડેકા ધુણસોલ નજીક ટ્રેક્ટરની ટક્કરથી યુવકનું મોત

- Advertisement -
Share

 

લાખણીના ધુણસોલ ગામના યુવકને ટ્રેક્ટરની ટક્કરથી ઇજાઓ થતાં સી.એચ.સી.ના તબીબે આગળ લઇ જવાનું કહ્યું હતું. પરંતુ રાહત જણાતાં પરિવારે તેને ઘરે લાવતાં સોમવારની રાત્રિના સુમારે મોત નિપજ્યું હતું. પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

 

ધુણસોલ ગામનો ભવાનજી પ્રતાપજી ઠાકોર (ઉં.વ.આ. 27) સોમવારની રાત્રિના 9:00 વાગ્યાના સુમારે ધુણસોલ ગામની સીમમાં ડેકા તરફથી રોડ પર ચાલતો ઘરે આવી રહ્યો હતો. આ વખતે કોઇક અજાણ્યા ટ્રેક્ટર ચાલકે પોતાના ટ્રેક્ટરનો કાબુ ગુમાવતાં સામેથી આવતું ટ્રેક્ટર અથડાયું હતું.

 

આથી તે રોડ ઉપર જ પટકાયો હતો. આ વખતે ટ્રેક્ટર અને ટ્રોલીનું ટાયર તેના કમરના ભાગ પરથી પસાર થતાં ઇજાઓ થઇ હતી. આથી તેણે પોતાના ગામના બિજલભાઇ બેચરાજી રબારીને ફોન ઉપર વાત કરતાં તેઓ 3 મિત્રો સાથે દોડી આવીને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા.

 

જ્યાં સી.એચ.સી.ના તબીબે પ્રાથમિક સારવાર બાદ આગળ જવાનું કહેતાં દુઃખાવો ઓછો થતાં ઘરે લઇ આવ્યા હતા અને વાતો કરતાં સૂઇ રહ્યા હતા. આ વખતે રાત્રિના 12 વાગ્યાના સુમારે માતા સીતાબેને જગાડતાં ભવાનભાઇ બોલતા ન હતા.

 

આથી બધા ભાઇઓએ પ્રયાસ કરતાં ભવાનભાઇ જાગ્યા ન હતા અને મૃત્યુ પામેલા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે આગથળા પોલીસે મૃતકના ભાઇ રમેશભાઇ પ્રતાપજી ઠાકોરની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!