ડીસા પોલીસે એક રાજસ્થાની શખ્સને 5.7 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો

- Advertisement -
Share

ડીસા ઉત્તર પોલીસનો સ્ટાફ શિવ નગર ચોકડી પાસે આગામી હોળી ધુળેટી તહેવારને લઈને ફૂડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જણાતા તેની અટકાયત કરવામાં આવી હતી તેમજ તેની પાસે રહેલા બેગમાં તપાસ કરતા ગેરકાયદેસર ગાંજો કુલ કિંમત રૂ.61,010ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

બનાસકાંઠા જિલ્લો રાજસ્થાની સરહદને અડીને આવેલો જિલ્લો છે અને જેના કારણે રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થોનું હેરાફેરી કરવામાં આવી રહી છે આ માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે બનાસકાંઠાની પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે.

ત્યારે આજે બનાસકાંઠાના ડીસા ખાતે પણ ઉત્તર પોલીસનો સ્ટાફ શિવ નગર ચોકડી પાસે આગામી સમયમાં આવનાર હોળી-ધૂળેટીના તહેવારને લઈને ફૂડ ચેકિંગમાં હતા તે દરમિયાન એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જણાતા તેને ઝડપી પૂછપરછ કરતાં તેનું નામ મહાદેવારામ જસારામ મેઘવાલ રહે. બાવતરા તા.સાયલા જી.જાલોર (રાજસ્થાન)વાળો હોવાનું સામે આવ્યું હતું.

 

તેમજ તેની પાસે રહેલા એક થેલામાં તપાસ કરતા ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો કુલ વજન 5.766 કિલો ગ્રામ કિંમત રૂ.57, 660 તથા રોકડ રૂપિયા 250 તથા મોબાઈલ નંગ 1 કી.રૂ 3000 તથા કાળા રેકજીનના થેલાની કી.રૂ.100ની ગણી કુલ રૂ.61, 010નો મુદ્દામાલ સાથે ડીસા ઉત્તર પોલીસે મહાદેવારામ જસારામ મેઘવાલ રાજસ્થાનવાળાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!