ડીસામાં વેપારીઓએ જર્જરિત શોપિંગ સેન્ટરને લઇ ચીફ ઓફિસરને આપ્યું આવેદનપત્ર

- Advertisement -
Share

ડીસા ખાતે આવેલ આંબલી કુવા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. જે હાલ જર્જરિત હાલતમાં હોવાથી વેપારીઓમાં ભય ફેલાયો છે તમામ વેપારીઓ શોપિંગ રીનોવેશન કરવાની માંગ સાથે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

[google_ad]

ડીસા શહેરના મુખ્ય બજાર ગણાતા આંબલી કુવા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા વર્ષો પહેલા એક શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું જે હાલ જર્જરિત હાલતમાં હોવાથી શોપિંગ સેન્ટરના છતના પોપડા ઘણીવાર નીચે પડતા હોય છે.

[google_ad]

ત્યારે વેપારીઓ દ્વારા નગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારે અત્યારે ચોમાસાની સીઝન છે અને આ જર્જરિત શોપિંગ સેન્ટર ગમે ત્યારે ધરાસાઈ થઈ શકે તેમ છે.

[google_ad]

ત્યારે આજે તમામ વેપારીઓ એકઠા થઇ ડીસા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને વેપારીઓએ જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા તાત્કાલીક અસરથી શોપિંગ સેન્ટરમાં રીનોવેશન કરાવે નહિતર ચોમાસામાં આ જર્જરિત શોપિંગથી મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા છે.

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!