ધાનેરાની રેફરલ હોસ્પિટલને ફાયર એન.ઓ.સી. મામલે નગરપાલિકાએ નોટીસ ફટકારતાં ખળભળાટ

- Advertisement -
Share

 

 

ધાનેરામાં આવેલ રેફરલ હોસ્પિટલને ફાયર એન.ઓ.સી. ન મેળવવાના કારણે નગરપાલિકા દ્વારા મંગળવારે નોટીસ ફટકારવામાં આવી છે.

 

 

જ્યારે એન.ઓ.સી. મેળવી લેવા માટે તાકીદ કરવામાં આવી હતી અને જો નિયમ પ્રમાણે એન.ઓ.સી. ન મેળવે તો નગરપાલિકા દ્વારા આગામી સમયમાં હોસ્પિટલ સીલ કરવાની ચિમકી આપી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના ધાનેરામાં આવેલ રેફરલ હોસ્પિટલને ફાયર એન.ઓ.સી. ન હોવાથી નગરપાલિકા દ્વારા અનેકવાર ફાયર એન.ઓ.સી. મેળવવા અનેકવાર સુચના અપાઇ હતી.

 

 

પરંતુ રેફરલ હોસ્પિટલ દ્વારા ફાયર એન.ઓ.સી. ન મેળવતાં મંગળવારે નગરપાલિકા દ્વારા ધાનેરા રેફરલ હોસ્પિટલને ફાયર એન.ઓ.સી. મેળવવા માટે નોટીસ ફટકારી હતી અને રેફરલ હોસ્પિટલને એન.ઓ.સી.મેળવવા તાકીદ કરાઇ હતી.

 

 

જ્યારે ધાનેરા રેફરલ હસ્પિટલ દ્વારા તા. 10/03/2022 સુધી નિયમ મર્યાદામાં એન.ઓ.સી. ન મેળવે તો કલમ-26 (3) મુજબ હોસ્પિટલ સીલ કરવાની નગરપાલિકા દ્વારા ચિમકી આપી છે.

 

 

જ્યારે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં દરરોજની 500 કરતાં વધુ ઓ.પી.ડી. ધરાવતી હોસ્પિટલ સીલ થશે તો દર્દીઓને હેરાન-પરેશાન થવાની નોબત પડશે. પરંતુ નગરપાલિકા દ્વારા રેફરલ હોસ્પિટલ સીલ કરવાની નોટીસ મળતાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!