ડીસાની ડી.એન.પી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ.એસ. યુનિટ, ડીસા રેડક્રોસ સોસાયટી તથા પિડિયાટ્રિક મેડિકલ એસોશિયેશનના સંયુક્ત ઉપક્રમે 24 ફેબ્રુઆરીના રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જ્યારે રક્તદાન થેલેસેમિયા ગ્રસ્ત બાળક, પ્રસુતા સ્ત્રી કે ગંભીર અકસ્માતમાં ઘવાયેલ વ્યક્તિને નવજીવન બક્ષે છે. બીજા વ્યક્તિને નવજીવન બક્ષ્વાની ભાવના સાથે કોલેજના વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહથી રક્તદાન કરીને રક્તની 81 બોટલ એકત્રિત કરી હતી. આ કાર્યક્રમમાં એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. તૃપ્તિબેન પટેલે સ્વયં રક્તદાન કરીને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી.
આ કાર્યક્રમમાં સહુના પ્રેરણાસ્ત્રોત ડો. નવિનકાકા પિડિયાટ્રિક મેડિકલ એસોશિયેશનના પ્રમુખ ડો. ભરતભાઇ શાહ, રેડક્રોસ સોસાયટી ડીસાના પ્રમુખ અરૂણભાઇ, ભણસાળી હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. જગદિશભાઇ સોની, ડો. હેતલબેન, ડો. રોનક પટેલ, નિયામક છગનભાઇ પટેલ, આચાર્ય રાજુભાઇ દેસાઇ, ભારતીબેન શાહ, પ્રો. વંદનાબેન સિસોદિયા, પ્રો. આશાબેન વગેરે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રો. નરેશભાઇ, પ્રો. લક્ષ્મણભાઇ, પ્રો. હેમલતાબેન, પ્રો. અનિલભાઇ, પ્રો. ભાવનાબેન વગેરે અધ્યાપકોએ પણ ઉત્સાહથી રક્તદાન કર્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં એન.એસ.એસ. યુનિટના સ્વયંસેવક ભાઇ – બહેનોએ હૃદયપૂર્વક સહયોગ આપ્યો હતો. જ્યારે એન.એસ.એસ.ના મદદનીશ અધ્યાપિકા ક્રિષ્નાબેન કે. શાંડયાએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.

From – Banaskantha Update