અમીરગઢ આર.ટી.ઓ. ચેકપોસ્ટ નજીક ટ્રકના ચાલકે આગળ જતી ટ્રકને ટક્કર મારતાં એક યુવકનું મોત

- Advertisement -
Share

 

 

અમીરગઢ આર.ટી.ઓ. ચેકપોસ્ટ નજીક રવિવારે વહેલી સવારે ટ્રકના ચાલકે આગળ જતી ટ્રકને ટક્કર મારતાં ક્લીનરનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

 

 

જ્યારે ટ્રક ચાલકને ગંભીર ઇજાઓ થતાં 108 વાન મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અમીરગઢ આર.ટી.ઓ. ચેકપોસ્ટ નજીક રવિવારની વહેલી સવારે રાજસ્થાન તરફથી પાલનપુર તરફ જઇ રહેલી ટ્રક નં. PB-11-

 

AS-9861 ના ચાલકે આગળ જતી ટ્રકને ટક્કર મારતાં ક્લીનરનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે ચાલકને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

અકસ્માત થતાં આગળ ચાલી રહેલી ટ્રકને ટ્રક ચાલક લઇને નાસી છૂટ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ એલ.એન્ડ.ટી. કંપનીના કંટ્રોલ ઇન્ચાર્જ યોગેશભાઇ મજેઠીયાને થતાં પેટ્રોલિંગ એમ્બયુલન્સ, 108 વાન અને ક્રેનને ઘટનાના સ્થળે મોકલાઇ હતી.

 

ઘટનાની જાણ અમીરગઢ પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફીક ખુલ્લો કરાવ્યો હતો. આ અંગે અમીરગઢ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી ઝડપી પાડવા ક્વાયત હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!