જ્ઞાન વાપીમાં પ્રગટ થયેલ શિવલિંગ ઉપર સ્વામીને પૂજન કરવા મંજૂરી આપવા માટે બનાસકાંઠા જીલ્લા કલેક્ટરને આવેદપત્ર આપ્યું

- Advertisement -
Share

જ્ઞાન વાપીમાં પ્રગટ થયેલ શિવલિંગ ઉપર જળાભિષેક કરવા નીકળતાં પ્રશાસન દ્વારા તેઓને મઠની બહાર જ રોકતાં સ્વામીએ પૂજન ન થાય ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કર્યો

 

વારાણસી ન્યાયાલયના આદેશથી ગત દિવસોમાં જ્ઞાન વાપીમાં થયેલ સર્વે દરમિયાન શિવલિંગ મળી આવતાં અને ભગવાન શિવના ભક્તો દ્વારા તેને કાશી વિશ્વનાથનું જ્યોતિર્લીંગ માનવામાં આવી રહેલ છે.

 

ત્યારે સનાતન ધર્મની પ્રણાલિકા અનુસાર ભગવાનની મૂર્તિને પૂજન, અર્ચના, ભોગ અને જળ વગેરેથી પૂજન અનિવાર્ય કરવાનું હોય છે.

જેથી સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરૂ ધર્મ સમ્રાટ દ્વારકા શારદા અને જ્યોતિષ પીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ પોતાના પ્રિય શિષ્ય અને પ્રતિનિધિ દંડી સન્યાસી સ્વામી

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને વારાણસી જઇ અને પ્રકટ થયેલ શિવલિંગની પૂજા-અર્ચના કરવા આદેશ કરતાં દંડી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી શુક્રવારે વારાણસી પહોંચી ગયા હતા અને ન્યાયીક પ્રક્રીયાનું
સન્માન કરી જીલ્લા પ્રશાસન પાસેથી તે માટેની મંજૂરી મેળવવા જરૂરી વિધી કરી શનિવારે સવારે 9:00 કલાકે જ્ઞાન વાપીમાં પ્રગટ થયેલ શિવલિંગ ઉપર જળાભિષેક કરવા નીકળતાં પ્રશાસન દ્વારા તેઓને મઠની બહાર જ રોકતાં સ્વામીએ પૂજન ન થાય ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કર્યો હતો.

 

ત્યારથી સતત 4 દિવસ વિતવા છતાં તેઓએ આ સમાચાર લખાય ત્યાં સુધી અન્નજળ ગ્રહણ કર્યો નથી. જેથી તેના પ્રત્યાઘાતો સમગ્ર ભારત દેશમાં પડયા છે અને તેનાથી ગુજરાત પણ બાકાત રહ્યું નથી.

 

જ્યારે સમગ્ર ગુજરાતમાં અને બનાસકાંઠા જીલ્લામાં આ અંગે રાષ્ટ્રપતિ મહોદયને જીલ્લા સમાહર્તા કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર પાઠવી આ મામલે હસ્તક્ષેપ કરી જ્ઞાન વાપીમાં પ્રગટ થયેલ શિવલિંગ ઉપર સ્વામીને પૂજન કરવા મંજૂરી આપવા માટે સમર્થ કરતાં આવેદનપત્ર આપ્યા હતા.

 

બનાસકાંઠા જીલ્લામાં પરમ ધર્મસંસદ 1008 ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને બનાસકાંઠાના ધર્માંસદ કિશોરભાઇ શાસ્ત્રીની આગેવાનીમાં સનાતન ધર્મ પ્રેમીઓએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે.

 

આવેદનપત્ર આપવા માટે જીલ્લાભરના સનાતન ધર્મપ્રેમીઓ જેમ કે, વાવથી પ્રકાશભાઇ વ્યાસ, દિયોદરથી બીપીનભાઇ દવે, થરાદથી હસમુખભાઇ સોની, ડીસાથી પ્રિતેશભાઇ શર્મા, એડવોકેટ ગંગારામભાઇ પોપટ,
એડવોકેટ હીનાબેન ઠક્કર, રાજપુરથી રાજુભાઇ જોષી , હીતેશભાઇ સોનગરા, પાલનપુરથી શૈલેષભાઇ જોષી, અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ સંગઠન મંત્રી સ્વામી આનંદ રાજેન્દ્રભાઇ, પ્રકાશભાઇ પરમાર, ભેમાભાઇ ચૌધરી અને કમલેશભાઇ ઠક્કર સહીતના સનાતન ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

આ અંગે બનાસકાંઠા ધર્માંસદ અને પરમ ધર્મસંસદ 1008 ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કિશોરભાઇ દવે શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ‘નામદાર સુપ્રીમ કોર્ટે જ્ઞાન વાપીમાં શિવલિંગ મળ્યું છે તે જગ્યાને પ્રોટેક્ટ કરવા

 

સુચન કર્યું છે પરંતુ જીલ્લા પ્રશાસન તેનું ખોટું અર્થઘટન કરીને સ્વામીને પૂજન માટે રોકેલ છે અને તેમ કરીને જીલ્લા પ્રશાસને સનાતન ધર્મીઓની લાગણી દુભાવી છે.

 

એક બાજુ જીલ્લા પ્રશાસન મુસ્લિમ સમાજના લોકોને 20 મી સંખ્યામાં નમાજ અદા કરવા માટેની છૂટ આપે છે અને બીજી બાજુ શિવલિંગની પૂજા-અર્ચના કરવાથી સ્વામીને રોકે છે.

 

જીલ્લા પ્રશાસનની આ દોગલી નીતિ સનાતનીઓની ભાવનાઓને આહત કરે છે. અમોને ત્યાંની સ્થાનિક સરકાર ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે, તેઓ આ દોગલી નીતિને નહી છોડે અને જેથી અમે રાષ્ટ્રપતિ મહોદયને

 

સંબોધીને મંગળવારે આવેદનપત્ર કલેક્ટરના માધ્યમથી પાઠવ્યું છે અને માંગ કરી છે કે, રાષ્ટ્રપતિ આ મામલે હસ્તક્ષેપ કરી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજને જ્ઞાન વાપી ખાતે સ્થિત શિવલિંગની
પૂજન કરવા અનુમતિ આપે અથવા કોઇ પણ મારફતે વિધીપૂર્વક પૂજન શરૂ કરાવે અને સન્માનપૂર્વક સ્વામીનું અનશન છોડાવે. જો રાષ્ટ્રપતિ મહોદય આ અંગે હસ્તક્ષેપ નહી કરે તો ન છૂટકે સમસ્ત સનાતન
ધર્મીઓને વારાણસી કૂચ કરી અયોધ્યાની જેમ જ બળપૂર્વક જ્ઞાન વાપીમાં પ્રવેશ કરી શિવ પૂજન કરવાની ફરજ પડશે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!