બનાસકાંઠામાં અનાજ કૌભાંડને લઇ 20 દુકાનોના લાઈસન્સ 90 દિવસ માટે થયા સસ્પેન્ડ

- Advertisement -
Share

બનાસકાંઠામાં સરકારી અનાજ કૌભાંડમાં જિલ્લા વહીવટીતંત્રએ 20 દુકાનદારોના પરવાના 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે ગામોમાં લાઈસન્સ સ્થગિત કરાયા છે ત્યાં અનાજ આપવામાં મુશ્કેલી ન સર્જાય એ માટે નજીકના કેન્દ્રમાંથી અનાજનો જથ્થો મળે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે.

 

પ્રતીકાત્મક તસવિર

 

તો બીજી તરફ 10 ટીમોની બીજા દિવસે પણ 10 ગામોમાં નાયબ મામલતદારોની તપાસ જારી રહી હતી. અધૂરામાં પૂરું તપાસ ટીમોનું નિરીક્ષણ કરવા કલેકટર કચેરીએથી ઇસ્પેકશન સ્ટાફ ગામડાઓમાં પહોંચ્યો હતો અને જુદા જુદા ગામોમાં કેવીરીતે ટીમ તપાસ કરી રહી છે તેનું ક્રોસ વેરિફિકેશન કર્યું હતું.

 

પ્રતીકાત્મક તસવિર

 

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ દિશામાં આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે જોકે જે ગામોમાં તપાસ ચાલી રહી છે તે સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. દાંતાના સૂત્રોએ જણાવ્યું હતું કે, દાંતાના માસ્ટર માઈન્ડ છેલ્લા ચારેક વર્ષથી મામલતદાર કચેરી સાથે સંકળાયેલા હતા. ચાર યુવકો પેકી 3 યુવકો તો છેલ્લા 3-4 વર્ષથી દાંતાની મામલતદાર કચેરીમાં હતા જેમાં રફીક હબીબ મેસાણીયા અને જાવેદ અહેમદ રંગરેજ મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય અને ચૂંટણી કાર્ડ જેવી કામગીરીમાં સંકળાયેલા હતા, પરંતુ તેમના વિરુદ્ધ ફરિયાદો ઉઠતા તેમને ત્રણેક માસ પૂર્વે છુટા કરી દેવામાં આવ્યા હતા.

 

પ્રતીકાત્મક તસવિર

 

 

જયારે લતીફ અયુબ મહેસાનીયા પણ આધાર કાર્ડની કામગીરીમાં સંકળાયેલો હતો. પરંતુ તેની આઈ.ડી પણ બ્લેક લિસ્ટ થતા તેને પણ છૂટો કરી દેવામાં આવ્યો હતો. જોકે ચોથો ઈસમ મુસ્તુફા અબ્બાસ મેસાણીયા ત્રણેની આસિસ્ટન તરીકે ભૂમિકા ભજવતો હતો. દરમ્યાન ચારે ઈસમો દ્વારા દાંતા મામલતદાર કચેરી તરફ જતા માર્ગ પર એક પોતાની પ્રાઇવેટ ઓફિસનું પણ છેલા 2-3 વર્ષથી સંચાલન કરતા હતા. જ્યાં સમગ્ર ગેરરીતિનું નેટવર્ક ચલાવતા હોવાનું પણ ભારે ચર્ચાસ્પદ બન્યું છે.

દાંતાના સંચાલકો

1. ધરમાભાઈ સેનમાં પુંજપુર
2. લલ્લુભાઈ તોરણીયા
3. જાકીરભાઇ નાગેલ
4. રિદાયતભાઈ અડેરણ
5. હસમુખભાઈ પીપળાવાળી વાવ
6. મુકેશભાઈ જોશી છોટાબામોદરા
7. દિનેશભાઈ દલપુરા
8. રાજુભાઈ કાંસા
9. જેડી ખરાડી પાંછા
10. ગલાભાઈ ભાથાભાઈ સેબલપાણી
11. કાનજીભાઈ ગરાસીયા વસી
12. ભોજાભાઇ થલવાડા
13. સાદીકભાઈ કોયલાપુર
14. દિલીપભાઈ કુણોદરા
15. અમૃતભાઈ વિજલાસણ
16. અબ્બાસભાઈ મીર ભાખરી

વડગામના સંચાલક

17. ઈમરાન ભાઈ બસુ

અમીરગઢના સંચાલકો

18. સાબીરભાઈ ઈકબાલગઢ
19. એમપી ચૌહાણ ઈકબાલગઢ
20. વીએચ ડાભી સરોત્રા

દાંતા તાલુકામાં અંતરિયાળ વિસ્તારના કેટલાક વિસ્તારમાં નેટવર્કની કનેક્ટિવિટીની સમસ્યા હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ભેજાબાજો ડોંગલનો ઉપયોગ કરી ગામે ગામ પહોંચતા હોવાનું પણ ચર્ચાનું સ્થાન લીધું છે. એટલું જ નહિ વૈભવી જીવન જીવતા માસ્ટર માઈન્ડની ઓફિસ પર પણ લકઝરીયસ વાહનોની પણ અવરજવર રહેતી હતી.

દાંતાના પુરવઠા માલગોડાઉનમાંથી જથ્થો ફેરપ્રાઈઝ શોપ સુધી પહોંચાડવા માટે રિયા એન્ટરપ્રાઇઝ પાલનપુરની એજન્સી દ્વારા વહન કરવામાં આવે છે. જોકે સરકાર દ્વારા હજુ આ ગોડાઉનના રેકર્ડ જપ્તી કરવામાં આવી નથી.

 

પ્રતીકાત્મક તસવિર

 

દાંતાના ચાર માસ્ટર માઈન્ડ સાથે અન્ય દાંતાના સંચાલકોની સંડોવણી પણ બહાર આવી છે. જેમાં દાંતા ફેર પ્રાઈઝ એસોસિએશનના પ્રમુખ અને નાગેલ શોપના સંચાલક પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

દાંતા તાલુકામાં મોટાભાગે અશિક્ષિત લોકોની વસતિ હોવા સાથે કાયદાકીય જ્ઞાનની પણ ઉણપ જોવા મળી રહી છે ત્યારે ભેજાબાજો દ્વારા બારોબાર કરવામાં આવેલ અનાજના જથ્થા અંગે ક્યાંક ભૂતિયા કાર્ડની પણ શંકા સેવાઈ રહી છે. જ્યાં મૃતકોના નામ કે જેઓના વારસદારોએ નામ કમી ન કરાવ્યા હોય તેવા કાર્ડનો પણ વહીવટ થયો હોવાની આશંકા નકારી શકતી નથી.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!