એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : પાલનપુરમાં આસીસ્ટન્ટ લેબર કમિશ્નર લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

- Advertisement -
Share

 

પાલનપુર એ.સી.બી.ની ટીમે જીલ્લા સેવા સદનમાંથી સોમવારે આસીસ્ટન્ટ લેબર કમિશ્નર તરીકે ફરજ બજાવતા ક્લાસ-1 અધિકારીને રૂ. 20,000 ની લાંચ લેતાં રંગેહાથ આબાદ ઝડપી પાડયા હતા.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાની પાલનપુર એ.સી.બી.ની ટીમે જીલ્લા સેવા સદનમાં આસીસ્ટન્ટ લેબર કમિશ્નર તરીકે ફરજ બજાવતા અશોક મોહનલાલ મોદીને રૂ. 20,000 ની લાંચ લેતાં ઝડપી પાડયા હતા.

 

 

જેમાં એક જાગૃત નાગરિકે જીલ્લા સેવા સદન પાલનપુરમાં લેબર લાયસન્સ મેળવવા માટે અરજી કરી હતી. જેમાં આસીસ્ટન્ટ લેબર કમિશ્નર અશોક મોહનલાલ મોદીએ અરજદાર પાસેથી એક લેબરના રૂ. 100 લેખે 200 લેબરના રૂ. 20,000 ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.

 

 

જેના બાદ આ કામના ફરિયાદીએ રૂપિયા ન આપવા પાલનપુર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો અને પોતાની તમામ ફરિયાદ એ.સી.બી. ઓફીસમાં નોંધાવી હતી.

 

જેમાં એ.સી.બી. પાલનપુરની ટીમે છટકાનું આયોજન કરતાં સોમવારે અશોક મોદી રૂ. 20,000 ની લાંચ લેતાં રંગેહાથ આબાદ ઝડપી પાડયા હતા. જેથી એ.સી.બી.ની ટીમે હાલમાં અશોક મોદીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!