ડીસાના કંસારી નજીક 3 યુવકો પર નજીવી બાબતે 20 થી વધુ શખ્સોના ટોળાએ જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

લોહી લુહાણ હાલતમાં ત્રણેય યુવકોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડયા

 

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી મારામારીની ઘટનાઓમાં વધારો થયો છે. જેમાં વધુ એક મારામારીની ઘટના ડીસા તાલુકાના કંસારી ગામ નજીક બની હતી.
મેળામાં નજીવી બાબતે થયેલી તકરાર બાદ સમાધાન માટે બોલાવેલા 3 યુવકો પર 20 થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.
જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત 3 યુવકોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્રણેય યુવકોની હાલત ગંભીર હોવાના કારણે વધુ સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડયા હતા.

 

આ અંગેની વિગત એવી છે કે, દાંતીવાડા તાલુકાના લાખણાસર ગામમાં ભરાયેલા મેળામાં ઠાકોર સમાજના 2 જૂથ વચ્ચે નજીવી બાબતે તકરાર થતાં મારામારી સર્જાઇ હતી.
જોકે, આજુબાજુના લોકોએ દોડી આવી બંને જૂથને છૂટા પાડયા હતા. ત્યારબાદ મોડી સાંજે ડીસા તાલુકાના કંસારી ગામ નજીક સમાધાન માટે બોલાવી 3 યુવકો પર 20 થી વધુ લોકોના ટોળાએ તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો.
હુમલામાં ગંભીર ઇજાઓ પહોંચાડી લોહી લુહાણ હાલતમાં ત્રણેય વ્યકિતઓને રોડ પર છોડી ટોળુ ફરાર થઇ ગયું હતું. જે બાદ સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત ત્રણેય યુવકોને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.
જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્રણેય યુવકોની હાલત ગંભીર હોવાના કારણે વધુ સારવાર અર્થે પાલનપુરની હોસ્પિટલમાં રીફર કર્યાં હતા.

 

આ સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકે ડીસા તાલુકા પોલીસ મથકે રાહુલ ઠાકોર, કિરણ ઠાકોર, ભરત ઠાકોર, જગદીશ ઠાકોર, સાગર ઠાકોર અને પાડજી ઠાકોર સહીત 20 થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!