ડીસાના રામજી મંદિરના મહંત રામદાસજી પ્રહલાદદાસજી સાધુનું નિધન

Share

ડીસાના રામજી મંદિરના મહંત ગુરુ કૈલાશદાસજીના શિષ્ય એવા મહંત રામદાસજી પ્રહલાદદાસજી સાધુ નાનપણથી તેમની સાથે રહી રામજી મંદિર ખાતે પૂજા અર્ચના કરતા હતા. તેમજ રામજી મંદિર સંભાળતા હતા. છેલ્લા 2 દિવસની માંદગી બાદ શુક્રવારે બપોરે 74 વર્ષે મહંત રામદાસજી પ્રહલાદદાસજી સાધુએ હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધો હતો.

[google_ad]

આ સમાચાર વાયુ વેગ પ્રસરી જતા તેમના ભગતોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. તેમની અંતિમયાત્રા પાલખીમાં આવતી કાલે સવારે 8 વાગે ડીસાના રામજીમંદિરથી નીકળી વાડી રોડ મુક્તિધામ નીકળશે.

From – Banaskantha Update


Share