મંડાર ટોલનાકા નજીક બસમાંથી મંડાર પોલીસે રૂ. 1 કરોડના ડ્રગ્સ સાથે મુસાફરની અટકાયત કરાઇ

- Advertisement -
Share

 

રાજસ્થાનની મંડાર પોલીસ સોમવારે મંડાર ટોલનાકા નજીક વાહન ચેકીંગમાં હતી. તે દરમિયાન ઉદયપુરથી આવતી બસને ઉભી રખાવી ચેક કરતાં મુસાફર પાસેથી રૂ. 1 કરોડના સ્મેક ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

રાજસ્થાનની મંડાર પોલીસ સોમવારે સાંજે ટોલનાકા નજીક વાહન ચેકીંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ઉદયપુર તરફથી આવતી રાજસ્થાન બસમાં કોઇ મુસાફર ગેરકાયદેસર સ્મેક ડ્રગ્સ (માદક પદાર્થ) લઇને જાલોરના બાડમેર જીલ્લામાં સપ્લાય કરવાનો છે.

 

જેના આધારે મંડાર પોલીસ દ્વારા મંડાર ટોલનાકા નજીક નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી. જ્યાં ઉદયપુરથી શિરોહી જવાની રાજસ્થાનની બસને ઉભી રાખી ચેકીંગ હાથ ધરતાં એક મુસાફર શંકાસ્પદ જોવા મળતાં તેને બસમાંથી નીચે

 

ઉતારી તેની પાસે રહેલી સ્કૂલ બેગમાં તપાસ કરતાં પ્લાસ્ટીકની થેલીમાં ગેરકાયદેસર 600 ગ્રામ જેની અંદાજે કિંમત રૂ. 1 કરોડનું સ્મેક (માદક પદાર્થ) મળી આવતાં આરોપી સોહનલાલ બિશ્નોઇ (રહે.સાકડ) ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરાઇ છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!