થરાદમાં કોરોના કેસ નોંધાતા 3 વિસ્તારોમાં કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા

- Advertisement -
Share

હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ કોવિડ-19ના વધારે પ્રમાણમાં કેસો નોંધાયેલ છે. જે પરિસ્થિતિને ધ્યાને લેતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના જાહેરનામાં તા.13/03/2020થી ધી એપેડેમીક ડીસીઝ એકટ-1897 અન્વયે ધ ગુજરાત એપેડેમીક ડિસીઝ કોવિડ-19 રેગ્યુલેશન્શ-2020 જાહેર કરેલ છે.

[google_ad]

 

ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. ભારત સરકારની તા.30/05/2020ની નવી માર્ગદર્શિકા મુજબ તથા ગુજરાત સરકારના જાહેરનામાં તા.30/05/2020થી લોકડાઉન સંદર્ભે નિર્દેશો આપેલ છે.

[google_ad]

 

મિશન ડાયરેકટ, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન તા.06/04/2020ના પત્રથી કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલા હોય તેવા સુચિત વિસ્તાર નક્કી કરવા ગાઈડલાઈન નિર્ધારીત કરવામાં આવેલ છે તથા જિલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠા, પાલનપુર તરફથી સમયાંતરે જાહેરનામાં બહાર પાડવામાં આવેલ છે.

[google_ad]

 

થરાદ સબ ડીવીઝનમાં નીચે મુજબના વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસો પ્રકાશમાં આવેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારી પગલારૂપે લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂર જણાય છે. વી.સી.બોડાણા (જી.એ.એસ), સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, થરાદ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144 અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે દર્શાવેલ નિર્દેશોનું પાલન કરવા ફરમાવ્યું છે.

[google_ad]

 

આ હુકમ નીચે જણાવેલ વિસ્તારને કોવિડ-19 કન્ટેઈનમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવે છે. થરાદ શહેરના સબંધિત કન્ટેઈનમેન્ટ વિસ્તારના છે. જેમાં

(1) કૃષિ યુનિર્વસીટી-બોયઝ હોસ્ટેલ-1 અને 2 ઢીમા રોડ, થરાદ, તા. થરાદ કુલ-2 ઘર, વસ્તી- 200, કેસ- 8

 

(2) મોડલ સ્કુલ મીઠા રોડ, ન્યુ હોસ્ટેલ, થરાદ તા. થરાદ (કુલ-1 ઘર, વસ્તી-125, કેસ-6

(3) આદર્શ નિવાસી સ્કુલ, મીઠા રોડ, થરાદ, તા. થરાદ કુલ-1 ઘર, વસ્તી-100, કેસ-5 છે.

 

[google_ad]

 

આ જણાવેલ તમામ જાહેર કરવામાં આવેલ કન્ટેઈનમેન્ટ એરીયાના વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. આવશ્યક ચીજ-વસ્તુઓ/સેવાઓ સવારે 7 કલાકથી સાંજના 7 કલાક સુધી જ ચાલુ રાખી શકાશે. થરાદ નગરપાલિકા તથા થરાદ/વાવ તાલુકાના ગ્રામ્યના વિસ્તારો માટે તા.15/07/2021થી બહાર પાડવામાં આવેલ જાહેરનામાં મુજબના સમયની આર્થિક પ્રવૃતિ માટે અમલવારી કરવાની રહેશે.

Advt

[google_ad]

 

(1) સરકારી ફરજ ઉપરની વ્યકિતઓ તથા તેના વાહનો (સરકારી અને ખાનગી સહિત)

(2) આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો

(3) આવશ્યક ચીજવસ્તુનું વેચાણ/વિતરણ કરતાં તંત્ર દ્વારા આપવામાં આવેલ પાસ ધારકો નીચે મુજબનો અપવાદ લાગુ પડશે.

 

[google_ad]

 

જાહેરનામાનો અમલવારીનો સમય તા.15/07/2021થી તા.29/07/2021 સુધી દિન-14 સુધી અથવા ઉપરોકત જાહેર કરેલ કન્ટેઈનમેન્ટ ઝોનમાં કોવિડ પોઝેટીવ દર્દીઓ પૈકી છેલ્લા દર્દીને ડીસ્ચાર્જ આપ્યા તારીખથી દિન-14 સુધી અમલમાં રહેશે. અન્ય કોઈ જાહેરનામાંથી મુદત વધારો ન કરવામાં આવે તો આ જાહેરનામાની મુદત પૂર્ણ થતાં કન્ટેઈનમેન્ટ ઝોનના નિયંત્રણોમાંથી આપોઆપ મુકત થયેલ ગણાશે. અન્ય કોઈ કન્ટેઈનમેન્ટ ઝોનના નિયંત્રણોમાંથી મુક્ત અંગેનું જાહેરનામું બહાર પાડવાનું રહેશે નહીં.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!