અમીરગઢની વિદ્યાર્થીની યુક્રેનમાં ફસાતાં પરિવારજનો ચિંતિત

- Advertisement -
Share

 

રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતના કેટલાંય વિદ્યાર્થીઓ યુક્રેન ફસાયા છે. વિદ્યાર્થીઓના પરિવારજનો હાલ ચિંતામાં મૂકાયા છે. જેમાં બનાસકાંઠા જીલ્લાની અમીરગઢ ગામની એક દીકરી યુક્રેનમાં ફસાતાં તેમનો પરિવાર ચિંતામાં મૂકાયો છે.

 

 

અમીરગઢની એક દીકરી જીનલ મનિષભાઇ અગ્રવાલ 3 માસ પહેલાં એમ.બી.બી.એસ.ના અભ્યાસ માટે યુક્રેનની વિનિત્સિયા નેશનલ મેડીકલ યુનિવર્સિટીમાં ગયેલી હોવાથી તેનો પરિવાર ચિંતામાં છે.

 

 

પોતાની દીકરીથી દિવસમાં ત્રણથી ચાર વાર વાતચીત કરી રહ્યા છે. પરિવારજનોએ સરકારને પણ રજૂઆત કરતાં સરકાર દ્વારા પણ પોઝીટીવ જવાબ મળતાં ટૂંક સમયમાં પોતાની દીકરી ઘરે પરત ફરશે તેવી આશા વ્યક્ત કરી છે.

 

હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ છેડાઇ ચૂક્યું છે અને આ યુદ્ધ પર સમગ્ર વિશ્વની નજર છે. ત્યારે ભારતના કેટલાંય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે યુક્રેનમાં ગયેલા હોય પરિવાર ચિંતા મૂકાયો છે. જો કે, સરકારે પણ યુક્રેનમાં ગયેલા ભારતના વિદ્યાર્થીઓને પરત લાવવા માટેની તજવીજ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!