ડીસામાં નેશનલ હાઈવે ઓથોરીટીની ખુલ્લી ગટરો ગંદકીથી ખદબદી ઉઠી : અકસ્માતની ભિતી

- Advertisement -
Share

ડીસા શહેરમાં નેશનલ હાઈવેની બંને સાઈડમાં ગટરો બનાવવામાં આવી છે પરંતુ યોગ્ય જાળવણી અને સાફસફાઈના અભાવે ખુલ્લી ગટરો ગંદકીથી ખદબદી રહી છે તેમજ નાના વાહન ચાલકો અકસ્માતની પણ ભિતી સેવી રહ્યાં છે.

 

વેપારી મથક ડીસા શહેરમાં નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા એલીવેટેડ ઓવરબ્રિજ બન્યા બાદ રોડ તેમજ સર્વિસ રોડ સહિત ઠેર ઠેર ગટરો જર્જરિત જોવા મળી રહી છે. ડીસા શહેરના વેલુનગર જવાના મુખ્ય રસ્તા પર અને જૈન જાગૃતિ સેન્ટર આસપાસ બન્ને સાઈડમાં ખુલ્લી ગટર જોવા મળી રહી છે અને ગટરમાં પ્લાસ્ટિક સહિતનો કચરો ભરાઈ જતાં કેટલીક વારતો ગટરનું ગંદુ પાણી રસ્તા પર ભરાય છે. આ ઉપરાંત ખુલ્લી ગટરના કારણે અજાણ્યો વાહન ચાલક રાત્રીના અંધકારમાં ગટરમાં પટકાશે તો અકસ્માતની ભિતી સેવાઈ રહી છે. આથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સત્વરે ખુલ્લી ગટરોની સાફસફાઈ કરાવી ઢાંકી દેવામાં આવે તો નિર્દોષ વ્યક્તિ અકસ્માતથી બચી શકે તેવી માંગ ઉઠી છે.

ડીસાના વેલુનગર જવાના મુખ્ય પ્રવેશદ્વારમાં જ હનુમાન મંદિર સામે નેશનલ હાઈવે ઓથોરિટીની ગટર તુટેલી અને ખુલ્લી હોવાથી રાત્રીના સમયે અજાણ્યો વાહન ચાલક ગટરમાં પટકાય તેવી ભીતિ સેવાઈ રહી છે. જેથી સત્વરે ખુલ્લી ગટરને બંધ કરવી જોઈએ તેમ શ્રીનગર સોસાયટીના યુવા આગેવાન પ્રભાતભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!