પાલનપુર-આબુ હાઇવે પર 2 અલગ-અલગ અકસ્માતમાં 2 લોકો ઘાયલ

- Advertisement -
Share

 

પાલનપુર-આબુ નેશનલ હાઇવે પર બાલારામ બ્રિજ પર એક ટ્રેલર અને બટાકા ભરેલા ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિ ઘાયલ થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.

 

 

ત્યારે ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરેલા બટાકાની બોરીઓ અકસ્માતના કારણે રોડ ઉપર પથરાઇ હતી. નેશનલ હાઇવેના કારણે ટ્રાફીકજામ થતાં ટ્રાફીક નિયંત્રણ કરતાં 7 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ સમય દરમિયાન એજ સ્થળે એક બીજો અકસ્માત સર્જાયો હતો.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે એક સિમેન્ટ ભરેલા ટ્રેલર અને બટાકા ભરેલા ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

 

 

અકસ્માતના સર્જાતા જ ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરેલા બટાકા રોડ વચ્ચે પથરાયા હતા. જેના કારણે હાઇવે ઉપર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા.

 

 

આ અકસ્માતમાં એક વ્યક્તિને ઇજાઓ પહોંચતાં સ્થાનિક લોકોની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ ઘટનાની જાણ એલ.એન્ડ.ટી. અને પોલીસને થતાં એલ.એન્ડ.ટી. તેમજ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફીક નિયંત્રણ કરવાના પ્રયત્નો હાથ ધર્યાં હતા.

 

જો કે, નેશનલ હાઇવે હોવાના કારણે ટ્રાફીકમાં 7 કલાકથી પણ વધુ સમય લાગ્યો હતો. જેના લીધે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રેલરને પાછળથી કન્ટેનર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિને પગના ભાગમાં ઇજાઓ પહોંચી હતી.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!