ડીસામાં એક વર્ષથી એપન્ડીક્સના દર્દથી પીડાતી દીકરીનું ઓપરેશન હિન્દુ યુવા સંગઠન દ્વારા કરાવ્યું

Share

 

ડીસામાં દીકરીને બાર માસ પહેલાં પેટમાં દુઃખાવો થતાં હોસ્પિટલમાં બતાવ્યું હતું અને તબીબ દ્વારા ઓપરેશન કરાવવાનું કહ્યું પણ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી દવાથી ચલાવ્યું હતું.

 

 

થોડા દિવસ અગાઉ સેવાભાવી વ્યક્તિનો ફોન આવ્યો હતો કે, અમે વોટ્‌સઅપ ગૃપમાં વાંચ્યું હતું કે, તમારૂ સંગઠન સેવા કાર્ય કરે છે. એક દીકરીને એપન્ડીક્સ છે એને અસહ્ય પીડા થાય છે.

 

પરિવાર સક્ષમ નથી કે ઓપરેશન કરાવી શકે તો મદદ કરો અમે એ સમય જ એમને મળીને ભણશાલી હોસ્પિટલમાં તાત્કાલીક સારવાર ચાલુ કરાવી હતી.

 

અમે બાળકીના પિતાને પૂછપરછ કરાઇ હતી તો જાણવા મળ્યું કે, બાળકીનું નામ તેજલ ભેમાભાઇ દેવીપૂજક છે. ડીસાના ત્રણબત્તી વિસ્તારની બાજુમાં આવેલ સવાણી નગરમાં એક ઝૂપડામાં પરિવાર સાથે રહે છે.

 

પરિવારમાં બે દીકરીઓ છે અને બે દીકરા છે પોતે ગામે ગામ ફરી ડબ્બા બનાવવાનો ધંધો કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે અને દીકરીના આ દર્દને લીધે દવાખાને જવાથી હમણાં રોજ કમાતા એ પણ બંધ છે.

 

તેજલને છેલ્લા બાર માસ અગાઉ પેટમાં દુઃખાવો ઉપડતાં સારવાર કરાવી હતી અને તબીબ દ્વારા ઓપરેશન કરાવવાનું જણાવાયું હતું.

 

પરંતુ એમની જોડે આર્થિક સગવડ ન હોવાથી દવા લઇ ચલાવ્યું હતું અને હમણાં 3 દિવસથી દુઃખાવો થતાં અમારો સંપર્ક કર્યો હતો. ભેમાભાઇને સરકારી યોજનાની ખબર ન હોવાથી આયુષ્માન કાર્ડ પણ ન હતું.

 

અમે બીજા દિવસે અમે ભણશાલી હોસ્પિટલમાં મેનેજર રમેશભાઇ દરજીને બધી હકીકત જણાવી હતી. ત્યારબાદ તાત્કાલીક દર્દીના બધા રીપોર્ટ અને સોનોગ્રાફી કરાવતાં તબીબે જણાવ્યું હતું કે, ઓપરેશન વહેલા તકે કરાવી દેવું.

 

જેથી અમે ભણશાલી હોસ્પિટલમાં ઓપરેશનની તારીખ નક્કી કરાઇ હતી અને એ સમયગાળા દરમિયાન અમે એમના આધાર પૂરાવા ભેગા કરીને તાત્કાલીક આયુષ્માન કાર્ડ કઢાવ્યું હતું.

 

આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી સંગઠન દ્વારા રાશન કીટ અપાઇ હતી. ત્યારબાદ તબીબ દ્વારા આપેલ તારીખે ઓપરેશન કરાવ્યું હતું.

 

આ કાર્યમાં સંગઠનના પ્રમુખ નીતિનભાઇ સોની, દીપકભાઇ કચ્છવા અને મેનેજર રમેશભાઇ દરજીના સાથ સહકારથી ઓપરેશન કરાવી શકાયું હતું અને બે દિવસમાં રજા અપાવી ઘરે મોકલશું.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share