સમી નજીક મહેસાણા હાઇવે પર ગાડી ઝાડને અથડાઇ પલ્ટી ખાઇ જતાં 2 વ્યક્તિઓના મોત : 108 વાનની ટીમે મૃતકના સબંધીને 2 મોબાઇલ અને રોકડ રકમ પરત કરી માનવતા મહેંકાવી

- Advertisement -
Share

 

સમીથી 2 કિલોમીટર મહેસાણા હાઇવે ઉપર ગુરૂવારે મોડી રાત્રે વિમલ ડેરીની ગાડી નં. GJ-24-X-3022 ના ચાલકે અગમ્ય કારણોસર સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી રોડની સાઇડમાં ઉતરી ગઇ હતી.

 

 

જ્યારે ઝાડ સાથે અથડાઇને પલ્ટી ખાઇ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાની માહિતી 108 વાનના સૂત્રો દ્વારા મળી છે.

 

 

જ્યારે 108 વાનના સ્ટાફે ગાડીમાં પડેલા 2 મોબાઇલ કિંમત રૂ. 30,000 અને રૂ. 70,000 રોકડ એમ કુલ રૂ. 1,00,000 નો કુલ મુદ્દામાલ મૃતકના સબંધીને પરત કર્યો હતો.

 

 

સમી-મહેસાણા હાઇવે ઉપર ગુરૂવારે મોડી રાત્રે વિમલ ડેરીની ગાડી ઝાડ સાથે ટકરાતાં પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં ડ્રાઇવર પ્રવિણભાઇ પટેલ (અદીવાડા) અને અજીતસિંહ ઝાલાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરૂણ મોત નિપજ્યું હતું.

 

જેમાં ઘટનાસ્થળે હાજર રહેલા લોકોએ સમી 108 વાનને જાણ કરતાં પાયલોટ સની પરમાર અને ઇ.એમ.ટી. મહેશ ઠાકોર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઉપરાંત સ્થાનિક પોલીસે મૃતકોની લાશને પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

 

જ્યારે 108 વાનના સ્ટાફે ગાડીમાં પડેલા 2 મોબાઇલ કિંમત રૂ. 30,000 અને રૂ. 70,000 રોકડ એમ કુલ રૂ. 1,00,000 નો કુલ મુદ્દામાલ મૃતકના સબંધીને પરત કરી માનવતા મહેંકાવી હતી.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!