વાવના સરહદી ગામમાં પુત્રવધુ ઉપર સસરાએ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતાં ચકચાર

- Advertisement -
Share

 

વાવ તાલુકાના એક સરહદી ગામમાં 60 વર્ષના સસરાએ 20 વર્ષિય પુત્રવધુ પર દુષ્કર્મનો પ્રયાસ કરતાં પિતાની હિંમતથી સસરા સામે ગુનો નોંધાવતા સરહદી ગામમાં સોપો પડી ગયો હતો.

 

 

ઘરમાં એકલતા જોઇ પુત્રવધુને તારી બહેનપણી જોડે મારૂ સેટીંગ કરાવ અને મોબાઇલ નંબર આપ એમ કહી તાબે થવાની કોશિશ કરી હતી. પરિણીતા સસરાની હરક્તથી ડરીને પિયર રહેતી પરિણીતાએ આખરે સસરાની કરતૂતનો ભાંડો ફોડયો હતો.

 

આ અંગેની વિગત એવી છે કે, સૂઇગામ તાલુકાના એક ગામની યુવતીના આઠેક માસ પહેલાં વાવ તાલુકાના એક ગામમાં સાટા પેટા પદ્ધતિથી સમાજના રીત-રીવાજ મુજબ લગ્ન થયા હતા. તા. 14 જાન્યુઆરીના દિવસે સાસુ મજૂરી કામ અર્થે ગયેલા હતા.

 

અને પતિને સૂઇગામ રૂપિયા લેવા માટે મોકલી દીધા બાદ પુત્રવધુ રસોઇ બનાવતી હતી. ત્યારે સસરા રાધુભાઇ રૂપસીભાઇ લુહાર પુત્રવધુ પાસે જઇને જણાવ્યું હતું કે, ‘તારે કોઇ બહેનપણી હોય તો તેનું સેટીંગ કરાવી આપ. બહેનપણીનો કોઇ મોબાઇલ નંબર હોય તો આપ.’

 

તેમ કહેતાં પુત્રવધુ ઘૂંઘટ સાથે ત્યાંથી ઘરના છાપરામાં દોડી ગઇ તો રાધુભાઇ પણ છાપરામાં જઇ બાવડેથી હાથ પકડી ખેંચી દુષ્કર્મની કોશિશ કરતાં પુત્રવધુએ બૂમાબૂમ કરતાં ગડદા પાટુનો મારમારી આ વાત કોઇને કહી તો જાનથી મારી નાખવાની ધમકી આપી જતાં રહેતાં પુત્રવધુએ તેના પતિને આ વાત કરતાં પતિએ પણ આ વાત કોઇને ન કરવી નહીં બદનામ થઇશું તેમ કહી પત્નીને પિયરમાં મૂકી ગયો હતો.

 

એક માસ થતાં રાધુભાઇએ પુત્રવધુના પિતાને ફોન કરી તમારી દીકરીને કેમ મોકલતાં નથી તેમ કહેતાં પિતાએ પુત્રીને સાસરીમાં મૂકવાની વાત કરતાં પુત્રીએ પિતાને સસરાની હરક્તની વાત કરતાં આગેવાનો સાથે વાત કરી પુત્રવધુએ સસરા સામે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!