બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે 2 દિવસમાં ખનીજ ચોરીના 4 ડમ્પરો ઝડપ્યા

- Advertisement -
Share

 

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ખનીજ ચોરી ઝડપવામાં અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ભૂસ્તર શાસ્ત્રી સુભાષભાઇ જોષીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જીલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 

 

જેમાં છેલ્લા 2 દિવસ દરમિયાન આકસ્મિક વાહન ચેકીંગ હાથ ધરી તા. 14/02/2022 જગાણા હાઇવે પાસે ડમ્પર (1) નં. GJ-08-AU-7282 ને રોકાવી પૂછપરછ કરતાં રોયલ્ટી પાસ કરતાં 18 ટન વધુ અધર બિલ્ડીંગ સ્ટોન અને તા. 15/02/2022 ના રોજ 3 વાહનો જપ્ત કર્યાં હતા.

 

 

જેમાં (1) નં. GJ-08-AU-3349 રોયલ્ટી પાસ કરતાં 7.7 મે.ટન વધુ સાદી રેતી (2) નં. GJ-08-AU-1572 માં અધર બિલ્ડીંગ સ્ટોન ખનીજ રોયલ્ટી પાસ કરતાં 5.3 મે.ટન અને (3) નં. GJ-08-Z-6230 માં 12 મે. ટન સાદી માટી રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર વહન કરતાં ઝડપી પાડી કલેકટર કચેરી પાલનપુરમાં મૂકવામાં આવ્યા છે.

 

 

આમ છેલ્લા 2 દિવસમાં 4 વાહનો અને ખનીજ મળી રૂ. 65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે રૂ. 6.15 લાખની દંડકીય રકમની વસૂલાતની કાર્યવાહી ચાલુમાં છે. ભૂસ્તરશાસ્ત્રીની કચેરી-બનાસકાંઠાની તપાસ ટીમ દ્વારા અવાર-નવાર સમગ્ર જીલ્લામાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવે છે.

 

અને તપાસ ટીમ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન દ્વારા સર્વેલન્સ મારફતે તપાસ ટીમ ડમ્પર, ટ્રક, ટ્રેક્ટરમાં બેસી અને પ્રાઇવેટ વાહનનો ઉપયોગ કરી ખનીજ ચોરી અટકાવવા દિવસ-રાત તપાસ ટીમ દ્વારા મોડી રાત્રે અને વહેલી સવારે ચેકીંગની કામગીરી હાથ ધરી છે.

 

ભૂસ્તરશાસ્ત્રીની કચેરી-બનાસકાંઠા દ્વારા ચાલુ મહેસુલી વર્ષમાં વિક્રમજનક આવકની સિદ્ધી હાંસલ કરી છે. ચાલુ વર્ષમાં બનાસકાંઠા જીલ્લાની આવક ગેરકાયદેસર ખનન વહન અને સંગ્રહના 417 કેસોના સમાધાન પેટે રૂ. 504.70 લાખની વસૂલાત કરાઇ છે. વધુમાં બનાસકાંઠા જીલ્લાની ચાલુ વર્ષની કુલ રૂ. 7602.94 લાખની મહેસૂલી આવક થઇ છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘જાન્યુઆરી અંતિમ આવક લક્ષ્યાંક સિધ્ધ કરવામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા મોખરે છે અને ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહના કેસો સૌથી વધારે ઝડપ્યા છે. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધી રૂ. 90 કરોડ આવકની સિદ્ધી હાંસલ કરવા ખાણ ખનીજ વિભાગની સંભાવના છે. જે બનાસકાંઠા જીલ્લાની અત્યાર સુધીની ઐતિહાસિક આવક સાબિત થશે.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!