ડીસામાં નગરપાલિકાએ બનાવેલા રસ્તા પરના બમ્પર પર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સફેદ પટ્ટા લગાડયા

- Advertisement -
Share

 

ડીસા નગરપાલિકા દ્વારા નગરમાં બનાવેલ રોડ પર બમ્પ મૂકવામાં આવ્યા છે. જે બમ્પ પર વાઇટ પટ્ટા ન લગાવવાથી વારંવાર અકસ્માતો સર્જાઇ રહ્યા છે અને બમ્પ છે તેવું વાહનચાલકોને ધ્યાને નહી આવતાં લોકો આવા બમ્પના કારણે પડી જતાં હોય છે. ત્યારે આપ દ્વારા સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા લગાવી વાહનચાલકોની મુશ્કેલી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.

 

 

વોર્ડ નં. 4 માં કોર્ટ આગળ બમ્પ પર સફેદ પટ્ટા ન હોવાથી અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા હતા. ખાસ કરીને સિનિયર સિટીઝનો અને નાના બાળક લઇને ટુ-વ્હીલર ઉપર બેસતી માતા અને બહેનો ચાલુ વાહને નીચે પડી જવાના અસંખ્યવાર બન્યું છે. સ્થાનિક લોકો વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા પ્રશાસન કોઇ જ વાત ધ્યાને લીધી ન હતી.

 

 

સ્થાનિક લોકોએ વોર્ડ નં. 4 ના નગરસેવક વિજયભાઇ દવેને વાત ધ્યાને અપાવેલ ત્યારે નગરસેવક વિજયભાઇ દવે દ્વારા ડીસા નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઇ જ કામગીરી ન કરાતાં મંગળવારે સ્થાનિક લોકોને સાથે રાખી આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે રહી જમ્પ ઉપર સફેદ પટ્ટા દોરી લોકોને

 

પડતી મુશ્કેલીઓ નિવારવાનો જે પ્રયત્ન કર્યો છે તે ખરેખર ખૂબ જ સરસ કાર્ય કર્યું છે. ડીસા નગરપાલિકા દ્વારા નગરના દરેક જગ્યાએ મૂકવામાં આવેલ જમ્પ ઉપર આવી રીતે સફેદ પટ્ટા લગાવવામાં આવે તેવી ડીસાના રહીશો દ્વારા લાગણી સાથે માંગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!