હરિયાણામાં 29 મી ઓલ ઇન્ડીયા જુનિયર નેશનલ ફેન્સીગ ચેમ્પિયનશીપમાં ડીસા કોલેજની વિદ્યાર્થીનીને સિલ્વર મેડલ એનાયત કર્યો

Share

 

હરિયાણા સોનિપતમાં તા. 25 થી 28 ડિસેમ્બર-2021 ના રોજ 29 મી જુનિયર નેશનલ ફેન્સીગ ચેમ્પિયનશીપ-2021 કાર્યક્રમ યોજાયો હતો.

 

 

આ સ્પર્ધામાં ફોઇલ, ઇપી અને સેબર જેવી ઇવેન્ટ યોજાય છે. જેમાં ડીસાની ડી.એન.પી. આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજની ખેલાડી મૈત્રીય ચાવડાએ સેબર ઇવેન્ટમાં ભાગ લીધો હતો.

 

મૈત્રીયે આ સ્પર્ધામાં આંધ્રપ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યો સામે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સિલ્વર મેડલ જીતી ગુજરાત, બનાસકાંઠા અને ડીસા કોલેજનું સ્પોર્ટ્‌સ ક્ષેત્રે ગૌરવ વધાર્યું છે.

 

જ્યારે સંસ્થાએ મૈત્રીય ચાવડા સ્પર્ધામાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી અભિનંદન પાઠવ્યા હતા.

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share