ડીસામાં એક યુવકને માર મારતાં 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

- Advertisement -
Share

 

ડીસાના બેકરી કૂવા વ્હોળા વિસ્તારમાં નજીવી બાબતે 2 અજાણ્યા શખ્સ સહીત 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયાર લઇ મારામારી સર્જાતાં એક શખ્સને ઇજા થઇ હતી. આ અંગે ડીસા ઉતર પોલીસ મથક 2 અજાણ્યા શખ્સ સહીત 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના બેકરી કૂવા વ્હોળા વિસ્તારમાં રહેતાં મુકેશ પુખરાજભાઇ સોની સોની કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

 

સોમવારે પોતાના ઘરે હતા તે દરમિયાન રાત્રિના સમયે પ્રકાશ અમરતભાઇ રાવળ અને મહેશ ઉર્ફે ટકો રાવળ તેમજ 2 અજાણ્યા શખ્સો તીક્ષ્ણ હથિયાર લઇ મુકેશ સોનીના ઘર આગળ આવ્યા હતા અને મા-બેન સામા અપશબ્દો બોલવા લાગ્યા હતા અને કહેવા લાગેલ કે, તું કેમ મને મળવા આવેલ નહી તેમ કહી મા-બેન સામા અપશબ્દો બોલવા લાગ્યા હતા.

 

જેથી મુકેશ સોનીએ અપશબ્દો બોલવાની ના પાડતાં ત્યારે 4 શખ્સોએ ઉશ્કેરાઇ જઇ દરવાજા પર ધારીયા અને તલવાર વડે હુમલો કર્યો હતો. જ્યારે આજુબાજુના લોકો પણ બહાર દોડી આવ્યા હતા.

 

જે બાદ બાજુમાં રહેતાં મહંમદ સમીર મહંમદ રફીક શેખ આવી કહેવા લાગેલ કે, કેમ મારા મિત્ર સાથે ઝઘડો કરો છો અને અપશબ્દો બોલવાની ના પાડતાં પ્રકાશ અમરતભાઇ રાવળ અને મહેશ ઉર્ફે ટકો લુહાર એકદમ ઉશ્કેરાઇ જઇ પ્રકાશ રાવળના હાથમાં રહેલ ધારીયાથી મહંમદ સમીર મહંમદ રફીક શેખને કપાળના ભાગે માર્યો હતો.

 

જ્યારે 4 શખ્સોએ મહંમદ સમીર મહંમદ રફીક શેખને ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ મુકેશ સોની અને તેના પિતા વચ્ચે પડી મહંમદ સમીર મહંમદ રફીક શેખ વધુ મારમાંથી છોડાવ્યો હતો.

 

જે બાદ 4 શખ્સોને સમજાવી જવા કહેલ ત્યારે 4 શખ્સોએ જતાં જતાં કહેતા ગયા કે આજે તો બચી ગયા પણ લાગ આવશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ફરાર થઇ ગયા હતા.

 

આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે 2 અજાણ્યા શખ્સ સહીત 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!