થરાદના માંગરોળમાં 25 લાભાર્થીઓને છેલ્લા 12 વર્ષથી પેન્ડીંગ પડેલા મફત પ્લોટ અપાયા

- Advertisement -
Share

થરાદના માંગરોળમાં સરકાર દ્વારા આપવામાં આવતા મફત પ્લોટનો પ્રશ્ન છેલ્લા 12 વર્ષથી પેન્ડીંગ હોવાના કારણે તેનો નિકાલ નહી થતાં લાભાર્થીઓને લાભ મળી શકતો ન હતો. જોકે તાલુકા વિકાસ અધિકારીએ સાંસદસભ્યની ભલામણથી તેનો ઉકેલ લાવતાં સોમવારે ગામના 25 લાભાર્થીઓને મફત પ્લોટના હુકમ આપવામાં આવતાં તેમનામાં આનંદની લાગણી પ્રસરવા પામી હતી.

 

 

થરાદના માંગરોળ ગામમાં 2009થી ગામના લાભાર્થીઓને મફત પ્લોટ માટે ગામતળ મંજુર થતાં સનદો પણ આપી દેવામાં આવી હતી. પરંતુ ત્યારબાદની પ્રક્રિયા અંગે ઉદાસિનતા સેવાઇ રહી હતી. આથી ગામના લાભાર્થીઓ વંચિત રહી જવા પામ્યા હતા.

 

 

આથી આ અંગે બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલને રજુઆત કરવામાં આવતાં તેમણે તાલુકાવિકાસ અધિકારી વિજયભાઇ ચૌધરીને ભલામણ કરીને તાકીદે ઉકેલ લાવવાની ભલામણ કરી હતી.બીજી બાજુ ગામના યુવાઅગ્રણી શૈલેષભાઇ ચૌધરી તથા કરણપુરાના સરપંચ જેતસીભાઇ વી પટેલ તથા સરપંચ એસોસિયેશનના પ્રમુખ કાળાભાઇ પટેલ સહિતો દ્વારા માપણીસીટ અને લેઆઉટ પ્લાન અંગેની કામગીરી હાથ ધરી ઓનલાઇન અરજીઓ કરી સર્વે ફી ભરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

 

જે પુર્ણ થતાં સોમવારે સાંજે ગામના 25 લાભાર્થીઓને ટીડીઓ વિજયભાઇ ચૌધરી, તાલુકા પંચાયતના પ્રમુખ દાંનાભાઇ માળી તથા વિસ્તરણ અધિકારી શબ્બીરભાઇ મન્સુરી તથા સંજયભાઈ નાઈ, તલાટી કનુભાઈ જોશી તથા સર્કલ ઓફિસર પ્રકાશભાઇ પટેલ સરપંચ મોડાભાઈની ઉપસ્થિતીમાં પ્લોટના હુકમો આપવામાં આવ્યા હતા.

—- લાભાર્થીઓના નામ —-

મોનાભાઈ માધાભાઈ રબારી, રાહાભાઈ માધાભાઈ રબારી, કરસનભાઈ અખાભાઈ રબારી, હેગોળાભાઈ અખાભાઈ રબારી, રગનાથભાઈ વાઘાભાઇ રબારી, રાભાભાઈ વિહાભાઇ રબારી, માવજીભાઈ વાઘાભાઈ લુહાર, મેવાભાઈ મેઘાભાઇ, શારદાબેન કાનજીભાઇ, રવજીભાઈ માસેગાભાઈ સુથાર, નાંનજીભાઈ મેઘાભાઈ , વશરામભાઈ જસેગાભાઈ બ્રાહ્મણ, હેગોળાભાઈ વિહાભાઇ હરીજન, વિહાભાઇ માધાભાઈ, કુવરસીભાઈ વિહાભાઇ, રાયચનભાઈ વિહાભાઇ, રામુબેન વિહાભાઇ વાદી, પીરાભાઈ પોપટભાઈ વાદી, લાલુભાઈ બડાભાઈ વાદી, રમેશભાઈ ચમનભાઈ વાદી, સામાભાઈ બડાભાઈ વાદી, ભુરાભાઈ બડાભાઈ વાદી, બડીયાભાઈ ઉદાભાઈ વાદી, મીરાંબેન વોહતાભાઈ બ્રાહ્મણ કરસનભાઇ કેશરાભાઇ દરજી

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!