ડીસામાં એસ.ટી. ડેપોના કર્મચારીઓએ ગ્રેડ પે મુદ્દે ડેપો મેનેજરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

 

 

ગુજરાતભરના એસ.ટી. વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓ ગ્રેડ પે સહીતની પડતર માંગણીઓ મુદ્દે આક્રમક બન્યા છે. ડીસામાં સોમવારે એસ.ટી. ડેપોના કર્મચારીઓએ ગ્રેડ પે મુદ્દે ડેપો મેનેજરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.

 

 

જો આગામી સમયમાં ગ્રેડ પે અમલમાં નહી મુકાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (એસ.ટી. વિભાગ) માં ફરજ બજાવતાં કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓ અને ગ્રેડ પે વધારવા રજૂઆત તેમજ આવેદનપત્ર આપી રહ્યા છે.

 

 

અવાર-નવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઇ જ ઉકેલ ન આવતાં રાજ્યભરના કર્મચારીઓ તા. 21 ઓક્ટોબર 2021 ના રોજ માસ સી.એલ. ઉપર ઉતર્યાં હતા.

 

જે દરમિયાન રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. વિભાગના ત્રણેય સંગઠનો સાથે બેઠક કરી ચર્ચા-વિચારણાના અંતે તા. 1 નવેમ્બર 2021 થી ગ્રેડ પે લાગુ કરવાની બાંહેધરી આપવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા આજ દિન સુધી કોઇ જ નિણર્ય ન લેવાતાં એસ.ટી. કર્મચારીઓમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે.

 

જ્યારે સોમવારે ડીસામાં એસ.ટી. ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવી આગામી સમયમાં ગ્રેડ પે વધારો અને પડતર માંગણીઓનો નિકાલ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી તેમજ તે દરમિયાન જે પણ પરિસ્થિતિ ઉભી થશે તેની સંપૂર્ણ જવાબદારી એસ.ટી. વિભાગની રહેશે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!