પાલનપુરમાં 5 શખ્સો ટેસ્ટ ડ્રાઇવ અપાવવા ગયેલા કર્મચારીનું અપહરણ કરી કાર સાથે ફરાર થઇ જતાં ચકચાર

- Advertisement -
Share

 

પાલનપુર-અમદાવાદ હાઇવે નજીક ઓટો કન્સલન્ટને ત્યાં કાર ખરીદવા આવેલા 5 શખ્સો ટેસ્ટ ડ્રાઇવના બહાને કાર લઇ જઇ સાથે એક કર્મચારીનું પણ અપહરણ કરી ગયા છે.

 

2 દિવસની શોધખોળ કરવા છતાં તેમનો કોઇ અત્તો પત્તો ન લાગતાં આખરે કન્સલન્ટે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, સુખબાગ રોડ વિસ્તારની મહંમદી સોસાયટીમાં રહેતાં અને કન્સલન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા અનવરભાઇ વલીભાઇ સુમરાની ગઠામણ પાટીયા નજીક એસ.વી.એન. મોટર્સ ઓટો કન્સલન્ટ આવેલી છે.

 

જ્યાં 2 દિવસ અગાઉ શુક્રવારે સાંજે 5 અજાણ્યા શખ્સો કાર નં. GJ-01-RP-7216 લઇને આવ્યા હતા. જેમાંથી 3 શખ્સો નીચે ઉતર્યાં હતા. જ્યારે 2 શખ્સો ગાડીમાં બેસી રહ્યા હતા. 3 શખ્સોએ ઇનોવા ગાડી નં. GJ-06-KH-0484 પસંદ કરી હતી.

 

અને ટેસ્ટ ડ્રાઇવ માટે કહેતાં કર્મચારી પાલનપુર તાલુકાના કોઇટાપુરા સદરપુરના વૈભવકુમાર રમેશભાઇ પટેલને સાથે મોકલ્યા હતા. જેઓ ટેસ્ટ ડ્રાઇવ માટે ગયા પછી લાંબા સમય સુધી પરત ન આવતાં અનવરભાઇએ વૈભવને ફોન કર્યો હતો.

 

જેણે પ્રથમ શિવમ શો-રૂમમાં ગાડી બતાવવા ગયા છીએ તેમ કહ્યું હતું. જો કે, આવવામાં મોડું થતાં પુન : ફોન કરતાં સ્વીચ ઓફ આવતો હતો.

 

બીજી તરફ અજાણ્યા શખ્સો પોતાની ગાડી લઇને ચાલ્યા ગયા હતા. આથી અનવરભાઇ અને તેમનો સ્ટાફ શોધવા માટે નીકળ્યા હતા. જો કે, 2 દિવસ સુધી અત્તો પત્તો ન લાગતાં અનવરભાઇએ ફરિયાદ નોંધાવી હતી.

 

આ અંગે પાલનપુર પશ્વિમ પોલીસ મથકના પી.આઇ. આર. આર. રાઠવાએ જણાવ્યું હતું કે, ‘પાલનપુરમાં ઓટો કન્સલન્ટ પાસે કાર ખરીદવા આવેલા 5 શખ્સો ટેસ્ટ ડ્રાઇવના બહાને કર્મચારીનું અપહરણ કરી કાર સાથે ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં ટીમ બનાવી તપાસ ચાલુ છે.’

 

અનવરભાઇના મિત્ર અમદાવાદ વસ્ત્રાલ રત્નાપુરામાં રહેતાં રાજેશભાઇ અમૃતભાઇ પટેલે પોતાની ઇનોવા ગાડી વેચવા માટે પાલનપુર આપી હતી. જેની કિંમત રૂ. 10,50,000 હતી. અજાણ્યા શખ્સોએ આ ગાડી પસંદ કરી ટેસ્ટ ડ્રાઇવના બહાને કર્મચારીનું અપહરણ કરી લઇ ગયા હતા.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!