ગુજરાતના મધદરિયેથી રૂ. 2 હજાર કરોડનું ડ્રગ્સ એન.સી.બી. અને ઇન્ડીયન નેવીએ ઝડપ્યું

- Advertisement -
Share

 

નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરો (એન.સી.બી.) અને ઇન્ડીયન નેવીએ જોઇન્ટ ઓપરેશન થકી શનિવારે ગુજરાતના મધદરિયે 529 કિલો હશિશ, 234 કિલો મેથફેટામાઇન અને થોડી માત્રામાં હેરોઇન ઝડપી પાડયું છે.

 

 

એન.સી.બી. ના જણાવ્યા અનુસાર, ‘જે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. 2 હજાર કરોડની આજુબાજુ છે.’

 

 

મધદરિયામાં આ પ્રકારનું પ્રથમવાર ઓપરેશન હાથ ધરાયું હતું. એન.સી.બી. ને આ પ્રકારનું ડ્રગ્સ ટ્રાફીકીંગ થતું હોવાની બાતમી મળી હતી.

 

 

જેને નેવલ ઇન્ટેલીઝન્સ યુનિટને જાણ કરાઇ હતી. જેને પગલે બંને એજન્સીએ સાથે મળીને આ ઓપરેશન પાર પાડયું હતું. પોરબંદરના દરિયામાંથી આટલો મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે.

 

 

ડ્રગ્સનો જે જથ્થો ઝડપાયો છે તે પાડોશી દેશોમાંથી દરીયાઇ માર્ગે ભારત અને બીજા દેશોમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે.

 

 

ભારતમાં અત્યાર સુધી કાશ્મીર અને પંજાબની સરહદ પરથી ડ્રગ્સ ઘૂસાડાતું હતું. પરંતુ આ બંને સરહદો સીલ કરી દેવાતાં ડ્રગ્સ માફીયાઓ હવે ડ્રગ્સ ઘૂસાડવા માટે ગુજરાતના દરીયાઇ માર્ગ પર પસંદગી ઉતારી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. કારણ કે, ગુજરાતમાં છેલ્લા 4-5 વર્ષ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ ચૂક્યો છે.

 

– વર્ષ-2017 ના જુલાઇ માસમાં ગુજરાતના દરીયામાં વેપારી જહાજમાંથી 1500 કિલો હેરોઇન જપ્ત કરાયું હતું.

 

– વર્ષ-2018 ના ઓગસ્ટ માસમાં જામ સલાયાના 2 શખ્સો 5 કિલો હેરોઇન સાથે ઝડપાયા હતા. જેની તપાસમાં પાકિસ્તાનથી 100 કિલો હેરોઇન ભારતમાં ઘૂસાડવામાં આવ્યાનો ખુલાસો થયો હતો.

 

– જાન્યુઆરી-2020 માં માછીમારી બોટમાંથી રૂ. 175 કરોડની કિંમતના 35 કિલો હેરોઇન સાથે 5 પાકિસ્તાની ઝડપાયા હતા

 

– એપ્રિલ-2021 માં રૂ. 150 કરોડની કિંમતના 30 કિલો હેરોઇન સાથે 8 પાકિસ્તાનીઓ બોટ સાથે ઝડપાયા હતા.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!