કાંકરેજના ચાંગા માર્ગ પર અકસ્માત સર્જાતા એકનું મોત એક ઘાયલ

- Advertisement -
Share

કાંકરેજના ચાંગા પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક પર સવાર એકનું મોત એક ઘાયલ થયો હતો અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ઘાયલને થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તેમજ થરા પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

 

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે કાંકરેજના ચાંગા માર્ગ પર આજે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

 

આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર એક યુવકનું મોત થયું હતું તેમજ એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક થરા પોલીસ તેમજ 108ની ટીમને જાણ કરાતા 108ની ટીમ તેમજ થરા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઘાયલને થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તેમજ મૃતક યુવકના મૃતદેહને પણ થરા રેફરલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતના પગલે થરાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!