પાટણના વાહણામાં લગ્નની શરણાઇઓ ગૂંજે તે પહેલાં જ વરરાજાનું મોત : મિત્રનું પણ સારવાર દરમિયાન મોત

- Advertisement -
Share

 

સરસ્વતી તાલુકાના વાહણા ગામના 2 મિત્ર ડીસા તાલુકાના ધરપડા ગામમાં રવિવારે સાંજે બાઇક લઇને લગ્નમાં જઇ રહ્યા હતા.

 

 

ત્યારે આસેડા નજીક અચાનક બાઇક સ્લીપ ખાઇ જતાં બંને યુવકો રોડ પર પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ખાનગી વાહનમાં સારવાર અર્થે ડીસા અને ત્યારબાદ પાલનપુર ખસેડાયા હતા. જ્યાં બંનેના વારાફરતી મૃત્યુ થયા હતા.

 

 

ઇજાગ્રસ્ત ભરતજી બચુજી ઠાકોરનું પાલનપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે ભરતજી પ્રધાનજી ઠાકોરનું મહેસાણામાં મંગળવારે રાત્રે મોત નિપજ્યું હતું. બંને મિત્રના મોત થતાં વાહણા ગામ હીબકે ચઢ્યું હતું.

 

 

અકસ્માતમાં મોતને ભેટેલા ભરતજી બચુજી ઠાકોર પરિણીત હતા અને પરિવારમાં 6 માસનો દીકરો પણ છે. આ નાનકડા બાળકે પિતા અને પત્ની પિન્કીબેને તેમના પતિ ગુમાવતાં મા-દીકરો નોંધારા બન્યા હતા. એક સાથે રોડ અકસ્માતમાં એક જ ગામના 2 મિત્રના મોત થતાં ગામમાં ગમગીની છવાઇ હતી.

 

સરસ્વતી તાલુકાના વાહણા ગામના ભરતજી બચુજી ઠાકોર અને ભરતજી પ્રધાનજી ઠાકોર બંને મિત્રો ધરપડા ગામમાં રવિવારે સાંજના સમયે લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા.

 

ત્યારે ડીસા તાલુકાના ધરપડા-આસેડા એક માર્ગીય રોડ પર પસાર થઇ રહ્યા હતા. તે સમયે અચાનક બાઇક સ્લીપ ખાઇ જતાં બાઇક પિલ્લરે ટકરાતાં બાઇક ચાલક અને પાછળ બેઠેલા બંને યુવકોને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખાનગી વાહનમાં ખસેડાયા હતા.

 

જેમાં ભરતજી બચુજી ઠાકોર (ઉં.વ. આ. 25) ખેતી કામ કરતા હતા. જેનું સારવાર દરમિયાન પાલનપુર હોસ્પિટલમાં સોમવારે રાત્રે મોત નિપજ્યું હતું. જ્યારે ભરતજી પ્રધાનજી ઠાકોર કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જેનું મહેસાણા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મંગળવારે રાત્રે મોત નિપજ્યું હતું.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!