પાલનપુરમાં દલિત યુવકના પરિવારે સાફો બાંધતાં પોલીસ-બંદોબસ્ત વચ્ચે ટીખળખોરોએ પથ્થરમારો કર્યો

- Advertisement -
Share

પાલનપુર-ડીસા હાઈવે પર આવેલા મોટાગામમાં સોમવારે અનુસૂચિત જ્ઞાતિના યુવકના વરઘોડામાં સાફા પહેરવાના મુદ્દે હોબાળો સર્જાયો હતો. કેટલાક ટીખળખોર યુવકોએ હુરીઓ બોલાવીને છુટા પત્થર ફેંકાયા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતા. એક દિવસ અગાઉ જ આર્મીમાં ફરજ બજાવતા વરરાજાના મોટાભાઈએ વરઘોડા માટે પોલીસ રક્ષણ માગ્યું હતું. દરમિયાન પોલીસની હાજરીમાં બખેડો થતાં પોલીસે સુલેહ શાંતિનો ભંગ ન થાય એ બદલ 151 હેઠળ બે જણાની અટકાયત કરી હતી.

પાલનપુર તાલુકાના મોટાગામમાં શેખલિયા પરિવારમાં અતુલ કુમારના લગ્ન હતા જેને લઈ અતુલના મોટાભાઈ સુરેશભાઈએ ભાઈના લગ્ન ધામધૂમથી કરવા માટે ઘોડીનું નક્કી કર્યું હતું જોકે ગામલોકોને આ બાબતની જાણ થતા જ રવિવારે બેઠક મળી હતી અને આ મુદ્દો ચર્ચાયો હતો અને પરંપરાગત જે રીતે પ્રસંગો કરવામાં આવે છે તેવી રીતે જ પ્રસંગ કરવામાં આવે તેવી ચર્ચાઓ કરી હતી જોકે બેઠકમાં સુરેશભાઈએ આ પ્રકારનું લેખિત માંગતા કોઈએ જવાબ આપ્યા ન હતા અને ઉભા થઈ જતા રહ્યા હતા.

જોકે, સુરેશભાઈએ પોતાના પરિવાર અને આગેવાનો સાથે વાત કરતાં અંતે ઘોડી લાવવાનું કેન્સલ કરાયું હતું અને સોમવારે સવારે મોટા ગામમાં ગામની વચ્ચોવચ જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડીજે બેન્ડ સાથે વરઘોડો નીકળ્યો હતો. જોકે, પરિવારના કેટલાક સભ્યોએ માથે સાફા પહેર્યા હતા. જેને લઇ મોટા ગામના કેટલાક યુવાઓએ હુરિયો બોલાવ્યો હતો અને પથ્થરો ફેંક્યા હતા.

 

આર્મીમેન સુરેશભાઈએ તુરંત જિલ્લા પોલીસને ધ્યાન દોરતા વધારાની પોલીસ પણ મોટા ગામે પહોંચી ગઈ હતી જોકે વરઘોડો યોજ્યા બાદ જાન પાલનપુર તાલુકાના ખોડલા ગામમાં પહોંચી હતી અને સમાજના લોકો સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા અંગેની તજવીજ હાથ ધરી હતી. જોકે, પોલીસે બંને પક્ષે સમાધાન કરાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને ગામમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી મહેન્દ્ર અને ગણપતજી નામના બે યુવકોની 151 હેઠળ અટકાયત કરી લોકઅપમાં મૂકી દીધા હતા.

Advt

“પાલનપુરના મોટા ગામે બે વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે તેમજ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. – ડૉ. કુશલ ઓઝા ડી.વાય.એસ.પી ડીસા

 

બપોર બાદ પરિસ્થિતિ થાળે પડયા બાદ મોટા ગામના કેટલાક લોકોએ પોતાના સ્ટેટસ પર અનુસૂચિત સમાજના લોકોની લાગણી દુભાય તે પ્રકારના વોટ્સએપ સ્ટેટસ મૂકતા વિવાદ સર્જાયો હતો અને સ્ક્રીનશોટ વાયરલ થયા હતા.

 

મોટા ગામમાં પોલીસ કર્મીઓની હાજરી વખતે જ કેટલાક ટીખળખોર યુવકોએ પથ્થરો વરસાવતા મહેશ લક્ષ્મણભાઈ શેખલીયા નામના યુવકને પગ પર પથ્થર વાગ્યો હતો. જોકે, અન્ય બે જણાને પણ મામૂલી પથ્થરો વાગ્યા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!