બનાસબેંક દ્વારા પાંથાવાડા માર્કેટયાર્ડના ચેરમેન અને પુત્રને લોન ભરપાઈની નોટિસ

- Advertisement -
Share

બનાસ બેંકનું સુકાન બદલાતાં જ કરોડની લોન ન ભરતા બાકીદારો પર ગાળિયો ભીસાયો છે. બનાસબેન્ક દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ગ્રણીઓ અને ખેડૂતોને નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં બનાસડેરીના સુપરવાઈઝર, મહુડીના બે ખેડૂત અને હવે પાંથાવાડા માર્કેડયાર્ડના ચેરમેન રેસાભાઈ પટેલ અને તેમના પુત્ર દિનેશ પટેલ તેમજ પટેલ માનાભાઈ રામાભાઈને વિવિધ મંડળીઓના વ્યાજ સાથે પાંચ કરોડથી વધુ બાકી રકમ દિન 15 માં બેન્કમાં જમા કરવા નોટિસ ફટકારતા ચકચાર મચી છે.

 

દાંતીવાડા તાલુકામાં સહકારી મંડળીઓ બનાવી બનાસ બેન્કમાંથી કરોડો રૂપિયાની લોનો લઈ આજ દિન સુધી ભરપાઈ ન કરતાં બનાસબેન્ક દ્વારા સાતેક વર્ષ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવતા આવા રીઢા બાકીદારો ફફડી ગયા છે. જોકે, બેન્કના કરોડો રૂપિયા લઈ ન ભરતા તાલુકાના સહકારી આગેવાનને નોટિસ મળતા લોકો પણ અચંબામાં પડી ગયા છે. બનાસ બેંક દ્વારા 10 કરોડ 46 લાખ ઉપરાંતની લોન ભરવા નોટીસ આપવામાં આવી છે. જોકે, આટલા વર્ષો બાદ બેન્કમાં નવા મેનેજમેન્ટ દ્વારા રીઢા બાકીદારો સામે લાલ આંખ કરતા બાકીદારોની ઊંઘ હરામ થઈ ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Advt

બનાસ બેંકની પાંથાવાડા રેસાભાઈ પટેલે મંડળીઓ બનાવી કરોડો રૂપિયાની લોન લઈ ભરપાઈ ન કરતા પિતા પુત્રને 15 દિવસના સમય મર્યાદામાં નાણાં ભરવાની બેન્ક દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને જો તે સમયમાં નાણાની ભરપાઇ નહીં કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાનું નોટિસમાં જણાવ્યું છે.

 

કરસનભાઈ જવાભાઈ પટેલ (નોટિસ મેળવનાર ખેડૂત)એ જણાવ્યું કે, “મને નોટિસ મળી છે. આ તમામ લોન પાથાવાડા માર્કેટયાર્ડના ચેરમેન રેસાભાઈ પટેલે લીધી છે અમે એક રૂપિયો જોયો નથી. અમને કઈ ખબર નથી. મે વકીલને જાણ કરી છે. સમગ્ર મામલાની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અરજીની તપાસ કરવામાં આવે અમે તપાસ કરનાર એજન્સીને પૂરતો સહકાર આપીશું.”

 

દર વર્ષે મુદત વીતીને લઇને કામગીરી કરાય છે ભૂતકાળના વર્ષોમાં અનદેખી કરાઈ હશે. આ વખતે તમામની યાદી બનાવીને નોટિસ પાઠવી મુદત વિધિ કરવા અંગે જણાવ્યુ છે કે કોઈ તાલુકામાં ઓછી મંડળી હશે કોઈ તાલુકામાં વધુ મંડળી હશે. અંદાજિત 93 કરોડ જેટલી રકમ મુદત વીતીમાં બાકી છે જે વસૂલવાની કામગીરી કરાઈ રહી છે. : અણદાભાઇ પટેલ ચેરમેન બનાસ બેંક

 

કંઈ મંડળીમાં કેટલા રૂપિયા બાકી ..?

પટેલ રેશાભાઈ પુનમાભાઈ (ધી દાંતીવાડા તાલુકા ખેતપેદાશ ઉત્પાદન, ખરીદ, વેચાણ અને પ્રોસેસિંગ રૂપાંતર સહકારી મંડળીને રૂપિયા 2,19,83,856)
પટેલ રેશાભાઈ પુનમાભાઈ (ધી દાંતીવાડા તાલુકા માર્કેટિંગ એન્ડ પ્રોસેસિંગ સહકારી મંડળીને 1,61,40,400)
પટેલ રેશાભાઈ પુનમાભાઈ (ધી દાંતીવાડા તાલુકા ફળ અને શાકભાજી ઉત્પાદન, ખરીદ, વેચાણ અને રૂપાંતર કરનારી સહકારી મંડળીને 1,42,34,738)
પટેલ દિનેશભાઈ રેશાભાઈ (ધી દાંતીવાડા તાલુકા મગફળી ઉત્પાદન, ખરીદ, વેચાણ અને પ્રોસેસિંગ રૂપાંતર સહકારી મંડળીને 2,19,65,129)
પટેલ માનાભાઈ રામાભાઈ (દાતીવાડા તા. ફળ અને શાકભાજી ઉ.ખ.વે અને રૂપાતર કરનારી સ.મંડળી રકમ 14,23,47,380
પટેલ માનાભાઈ રામાભાઈ (ધી દાતીવાડા તાલુકા માર્કેટિંગ એન્ડ પ્રોસેસિંગ સહકારી મંડલી રકમ 1,61,40,400)

 

પાંથાવાડા માર્કેટયાર્ડના ચેરમેન રેસા પટેલ કરોડો રૂપિયા બેંકના ઉપાડી એક પણ રૂપિયાની ભરપાઈ કરી જ નથી, ત્યારે આટલી મોટી લોન બેન્ક દ્વારા લેવા છતાં કેમ ઢીલાશ વર્તાઈ તેને લઈ તર્ક વિતર્ક સર્જાયા છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!