અમીરગઢ નેશનલ હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કરનો અકસ્માત સર્જાતા કેમિકલ રોડ પર વહેતું થયું

- Advertisement -
Share

અમીરગઢ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર અકસ્માત થવાનો સિલસિલો યથાવત રહે છે. આજે એક કેમિકલ ભરેલા ટેન્કરનો અકસ્માત થતાં રોડ પર કેમિકલની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

આબુરોડ પાલનપુર હાઈવે પર અમીરગઢ પાસે ગુજરાત તરફથી રાજસ્થાન તરફ કેમિકલ ભરીને જતા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કરમાં ભરેલું ગજીયાબજ નામનું કેમિકલ રોડ પર વેહતુ થતાં વાહન ચાલકો અને કેમિકલની જ્વલનશીલ દુર્ગંધથી રસ્તે ચાલતા લોકોને મુશ્કેલીઓ પડી હતી.

કેમિકલની આગ ન લાગે તે માટે ઝડપથી પાલનપુરથી ફાયર બ્રિગેડ બોલાવી તેના ઉપર પાણીનો મારો ચલાવતા રાહત થઇ હતી. એલએનટી વિભાગ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!