બનાસકાંઠામાં અકસ્માતના દરમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જેમાં કાંકરેજના ખીમાણા રામપુરા રોડ પર જીપડાલાના ચાલકે બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળ પર મોત થયું હતું. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની વણથંભી વણઝાર લાગી છે, કાંકરેજના ખીમાણા રામપુરા રોડ પર જીપડાલા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક રોડ પર પટકાતા અને ગંભીર ઇજાગ્રસ્ત થતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.
જ્યારે બાઇકની પાછળ બેઠેલા એક ઈસમને ગંભીર ઇજાઓ થતાં નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને રાહત કામગીરી શરૂ કરી હતી.
From – Banaskantha Update