બનાસકાંઠા જીલ્લામાં રાજસ્થાન તરફથી આવતી પાડા ભરેલી ટ્રક ગૌ રક્ષકોએ પાલનપુર પાસેથી ઝડપી પાડી છે. જેમાં 40 જેટલાં પાડા ક્રૂરતાપૂર્વક ટ્રકમાં ભરેલી હાલતમાં મળી આવતાં ગૌરક્ષકોએ ચાલક અને ટ્રકને બનાસકાંઠા પોલીસને હવાલે કર્યો છે. બનાસકાંઠા પોલીસે ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજસ્થાનથી ગુજરાતમાં અનેકવાર ગૌ વંશ અને અન્ય પશુઓને ગેરકાયદેસર રીતે ઘૂસાડી કતલખાને મોકલવામાં આવતાં હોય છે. ત્યારે મંગળવારે રાજસ્થાનથી પાડા ભરીને આવતી ટ્રકની બાતમી ગૌ રક્ષકોને મળતાં તેમણે ટ્રકને ઝડપી પાડી હતી.
ટ્રકમાં 40 જેટલાં પાડાઓ ક્રૂરતાપૂર્વક ભરવામાં આવ્યા હતા. ત્યારે પાડા ભરેલી ટ્રકને ગૌ રક્ષકોએ ઝડપી પાડી ટ્રક સહીત મુદ્દામાલ પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે પોલીસે 40 પાડા સહીત ટ્રકનો જપ્ત લઇ વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update