બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે થરાદમાંથી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી : ચાલક ગાડી મૂકી નાસી છૂટ્યો

Share

 

બનાસકાંઠાના થરાદ વિસ્તારમાંથી પોલીસે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે. ગાડી મૂકી ચાલક નાસી છૂટ્યો હતો. એલ.સી.બી. પોલીસે રૂ. 5.21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે હાલ આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે શુક્રવારે થરાદ વિસ્તારમાંથી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે.

 

 

જો કે, એલ.સી.બી. પોલીસે પીછો કરતાં ચાલક ગાડી મૂકી નાસી છૂટ્યો હતો. એલ.સી.બી. પોલીસે ગાડી સહીત કુલ રૂ. 5,21,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસ શુક્રવારે થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખાનગ બાતમી મળી હતી કે, બેવટા તરફથી એક નંબર વગરની સ્કોર્પિયો ગાડીમાં વિદેશી દારૂ ભરી ગાડી આવી રહી છે. જે બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી હતી.

 

 

 

આ દરમિયાન ગાડી આવતાં પોલીસે ગાડીનો પીછો કર્યો હતો. જો કે, ઉંદરાણા ત્રણ રસ્તા નજીક ગાડીનો ચાલક અંધારાનો લાભ લઇ સ્કોર્પિયો ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો. એલ.સી.બી. પોલીસે ગાડી ઝડપી પાડી હતી. પોલીસે ગાડીની તપાસ કરતાં તેમાંથી 1980 દારૂની બોટલો મળી આવી હતી.

 

 

 

જેની કિંમત રૂ. 1,71,300 થાય છે અને દારૂ સહીત રૂ. 5,21,300 નો કુલ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ ઉપરાંત ગાડી મૂકી નાસી ગયેલા ચાલક સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે થરાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share