ડીસા નગરપાલિકા હોલમાં ઘણા સમય બાદ આજે શાંતીપૂર્ણ માહોલમાં જનરલ બોર્ડની બેઠક સંપન્ન

- Advertisement -
Share

ડીસા નગરપાલિકા ખાતે શનિવારે સામાન્ય સભાની બેઠક યોજાઇ હતી. પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરના અધ્યક્ષ સ્થાને આ જનરલ બોર્ડ યોજાયું હતું જોકે, બહુ લાંબા સમય બાદ સાધારણ સભાની બેઠક 30 મિનિટ સુધી ચાલી હતી. જેમાં ઘણા સમય બાદ આજે શાંતીપૂર્ણ માહોલમાં જનરલ બોર્ડ યોજાતાં ચુંટાયેલા સભ્યો દ્વારા આજે પોતાના વિસ્તારનાં વિકાસનાં કામોને લઈને બોર્ડમાં રજુઆત કરવામાં આવી હતી.

જ્યારે આજે યોજાયેલ જનરલ બોર્ડમાં અધ્યક્ષ રાજુભાઇ ઠક્કર દ્વારા ડીસા નગરપાલિકા વિસ્તારમાં રીસાલા બજારથી રાજપુર પાંજરાપોળને જોડતાં રોડનું નામ ડીસાના જીવદયાપ્રેમી ભરત કોઠારી માર્ગ આપવા દરખાસ્ત કરવામાં આવી હતી જેને બહાલી આપવામાં આવી હતી.

ડીસા પાલિકા વિસ્તારના રોડ સાઈડમાં સ્વછતા અભિયાન અંતર્ગત કચરાપેટી મુકવા 10 લાખનો ખર્ચ કરવાની મંજુરી આપવામાં આવી હતી સેનેટેશન વિભાગમાં લોડરની ખરીદી કરવા અંદાજે 15 લાખની મંજુરી આપવામાં આવી હતી. જોકે, આજની બેઠકમાં કોંગ્રેસના નગરસેવક જગદીશભાઈ મોદી દ્વારા કર્મચારીઓમાં બાકી ચડેલા પગારો તેમજ નિવૃત કર્મચારીઓના બાકી નાણાં જલ્દી ચુકવવામાં આવે તે બાબતે રજુઆત કરી હતી.

ડીસામાં બેઠક પૂર્ણ થાય તે પહેલાં ત્રણ નગરસેવક સભા છોડી ચાલ્યા ગયા હતા આજે ડીસા પાલિકાની સાધારણ સભા બેઠક પૂર્ણ થાય તે પહેલાં નિલાબેન મોતીભાઈ પ્રજાપતિ, નીતાબેન નિલેશભાઈ ઠક્કર અને ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડા સભા છોડી ચાલતી પકડી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!