પૂરપાટઝડપે દોડી રહેલી ટ્રકમાં અચાનક આગ ભભૂકી : 4 કિલોમીટર સુધી સળગતી ટ્રકમાં આગ લાગ્યાની ટ્રક ડ્રાઇવરને ખબર જ નહીં

- Advertisement -
Share

 

મહારાષ્ટ્રના પાલઘરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રોડ પર પૂરપાટઝડપે દોડી રહેલી ટ્રકમાં અચાનક આગ ભભૂકી હતી. ટ્રકના પાછળના ભાગે ભીષણ આગ લાગી હતી.

 

જ્યારે ડ્રાઇવરને તેની જાણ થઇ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ચૂક્યું હતું. તે લગભગ 4 કિલોમીટર સુધી ટ્રક સળગતી હાલતમાં રસ્તા પર દોડતો રહ્યો હતો.

 

 

આ અંગે પાલઘર ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ઘાસચારાથી ભરેલી આઇશર ટ્રક નં. MH-04-EL-9383 પાલઘર જીલ્લામાં મુંબઇ-અમદાવાદ હાઇવે પર ઓછામાં ઓછા 4 કિ.મી. સુધી સળગતી હાલતમાં જ જઇ રહ્યો હતો.

 

 

આ અકસ્માત શુક્રવારે મોડી સાંજે પાલઘરના શિરસાદ ફાટા નજીક થયો હતો. સળગતી ટ્રકનો વિડીયો પણ સામે આવ્યો છે. કોઇ રાહદારીએ પોતાના ફોનના કેમેરામાં આ ઘટનાને શૂટ કરી હશે અને આ વિડીયો સોશિયલ મીડીયા પર વાયરલ થયો છે.’

 

 

ટ્રકમાં આગ લાગી હતી અને તેને રસ્તા પર દોડતી જોઇને સાથે જઇ રહેલા એક વાહનમાં બેઠેલા વ્યક્તિએ ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરી હતી.

 

 

જીલ્લો વસઇ-વિરારના મ્યુનિસિપલ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘સમાચાર મળતાંની સાથે જ બે ફાયર ટેન્કર આગને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યાં હતા.’

 

 

જ્યારે આગમાં કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ ટ્રક સંપૂર્ણપણે નુકશાન થયું હતું. તેમણે કહ્યું કે, આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!