બનાસકાંઠામાં જીલ્લા શિક્ષણ અધિકારીએ સરપ્રાઇઝ ચેકીંગ કરતાં 11 શાળાના 44 શિક્ષકો ગુલ્લી મારતાં ઝડપાયા

- Advertisement -
Share

શિક્ષકોની લાપરવાહીને લઇ જીલ્લા શિક્ષણ અધિકારીએ નોટીસ ફટકારી

 

બનાસકાંઠા જીલ્લાના છેવાડાના વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓમાં જીલ્લા શિક્ષણ અધિકારીએ આકસ્મિક ચેકીંગ હાથ ધરતાં વડગામ અને દાંતા તાલુકાની વિવિધ 11 શાળાના 44 શિક્ષકો ફરજમાં
ગુલ્લી મારતાં ઝડપાઇ જતાં આ શિક્ષકોને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે. જેને લઇ ફરજમાં લાપરવાહી દાખવતા શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.

બનાસકાંઠા જીલ્લાના છેવાડાના વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં કેટલાંક શિક્ષકો ફરજ પ્રત્યે લાપરવાહી દાખવતા હોય અને ફરજ પર અનિયમિત હાજર રહી તેમજ ફરજમાં ગુલ્લી મારતાં હોઇ તેની અસર બાળકો પર પડતી હોય છે.

 

જેને લઇ જીલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઇએ દાંતા અને વડગામ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં સરપ્રાઇઝ ચેકીંગ કર્યું હતું.
જેમાં દાંતા તાલુકાની 8 સ્કૂલના 32 શિક્ષક અને વડગામ તાલુકાની 3 સ્કૂલના 12 શિક્ષક મળી કુલ 44 શિક્ષકો ફરજમાં ગુલ્લી મારતાં ઝડપાઇ જતાં આ શિક્ષકોને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે. જેને લઇ ફરજ પ્રત્યે લાપરવાહી દાખવતા શિક્ષકોમાં હલચલ મચી જવા પામી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!