ડીસા: માલગઢના આશાસ્પદ યુવક અને પોલીસ કોન્સ્ટેબલનું નાની વયે ટૂંકી માંદગીમાં મોત

- Advertisement -
Share

ડીસા તાલુકાના માલગઢ ગામના હનુમાનનગર નજીક આવેલ તનુ મોટર્સની પાછળ રહેતાં શૈલેષકુમાર પોપટજી ટાંક (માળી) જેઓ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભૂજ ફરજ બજાવતા હતા. ત્યારે તેમની તાજેતરમાં બદલી ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલ તરીકે કરાઇ હતી.

જ્યારે તેમની તબિયત અચાનક બગડતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે મૃતકની લાશને માદરે વતન માલગઢ ગામમાં લાવતાં ગામ હીબકે ચઢ્યું હતું.

ત્યારે બનાસકાંઠા પોલીસ અને ડીસા શહેર દક્ષિણ પોલીસના કાફલા સાથે શૈલેષકુમારના નિવાસસ્થાને શૈલેષકુમારને ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી અપાઇ હતી. જ્યારે અંતિમ યાત્રામાં માળી સમાજના લોકો, અધિકારીઓ, અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

File photo

જ્યારે નાની વયે આશાસ્પદ યુવક અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ટૂંકી માંદગીમાં મોત નિપજતાં પરિવાર, માળી સમાજ અને ગામમાં ઘેરા શોકની કાલીમા પ્રસરી ગઇ હતી. જ્યારે શૈલેષકુમાર કુશળ અને સારા સ્વભાવના હોવાથી મિત્રો સાથે સંકળાયેલા હોવાથી મિત્રોની ખોટ ક્યારે ન પુરાય તેવી અચાનક અણધારી વિદાય લીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શૈલેષકુમાર નાની વયની ઉંમરના હતા ત્યારે પિતા પોપટજી પુનમાજી ટાંક (માળી)નું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. ત્યારે શૈલેષકુમાર ખૂબ પરિશ્રમ કરી ધગશથી પોલીસ કોન્સ્ટેબલ બની પરિવારનું સપનું પુરૂ કર્યું હતું. ત્યારે અચાનક મોતથી પરિવાર આભ તૂટી પડયું છે. જ્યારે તેમની દિવ્ય આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરાઇ છે.

File photo

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!