ધાનેરામાં કોરોનાના કપરા કાળમાં શરૂ કરાયો સંજીવની રથ(એમ્બ્યુલન્સ)

- Advertisement -
Share

સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાનું સંક્રમણ વધારે છે તથા ગામડાઓમાં ગર્ભવતી બહેનો, હૃદય રોગ, શ્વાસના રોગ, હાઈ બ્લડપ્રેશર, કોરોના જેવા રોગ દર્દીઓને સમયસર દવાખાને ના જવાથી અથવા પૈસાની તંગીના કારણે એમનો મૃત્યુદર ખૂબ વધ્યો છે અને હાલ એમ્બ્યુલન્સની તંગી છે અને ભાડા પણ ઊંચા છે જે ગામડાના ગરીબ વર્ગને પોસાય તેમ નથી.

 

 

 

 

ધાનેરા પંથકમાં વિવિધ સેવાકીય કાર્યો કરતી સંસ્થા એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સંજીવની રથ – એમ્બ્યુલન્સ કિશોરભાઈ શાહ (જીવદયા)ના સહકારથી કેડિયા ફેમિલી એન્ટવર્પ, બેલ્જિયમના સહયોગથી તાત્કાલિક બનાવવામાં આવી જેનું આજે હિંમતલાલ અમુલખભાઇ શાહ દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું.

 

 

 

 

જે હાલ કોરોનાના કપરા કાળમાં બીમાર દર્દીઓને દવાખાનામાં તાત્કાલિક પહોંચાડશે અને જરૂરી સારવાર મળતાં એમના જીવન બચશે. સંજીવની રથના લોકાર્પણ પ્રસંગે માવજીભાઈ દેસાઈ, જોઇતાભાઈ પટેલ, આશાબેન પટેલ, ત્ર્યંબક શાસ્ત્રીજી, ડૉ. યોગેશ શર્મા, હીરાલાલ શાહ તેમજ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

સંસ્થા એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ પારસભાઈ સોનીએ જણાવ્યું કે ધાનેરા શહેર, તેમજ ધાનેરા તાલુકાના દરેક ગામડાના દર્દીઓને ધાનેરા, ડીસા તેમજ પાલનપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે સંજીવની રથ દ્વારા તાત્કાલિક લઈ જવામાં આવશે.

 

 

 

 

સંસ્થાના હેલ્પલાઇન નંબર 97272 97187 પર સંપર્ક કરીને જીવદયારથ, અક્ષયરથ, સંજીવની રથ (એમ્બ્યુલન્સ) સેવા લઈ શકાશે. શાંતિનાથ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરતના કિશોરભાઈ શાહ (જીવદયા) દ્વારા ધાનેરા અને થરાદ ખાતે એમ્બ્યુલન્સ સેવામાં આપવામાં આવી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!